Gujarat

મોદીએ કંડારેલા વિકાસના માર્ગ પર આગળ વધતું ગુજરાત : સીએમ

ગાંધીનગર : આજે નવી દિલ્હીમાં (New Delhi ) વડાપ્રધાન (Paime Minestar ) નરેન્દ્ર મોદીની(Narendra Modi ) અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગ(Niti Aayog) ની 7મી ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા અને ગુજરાતની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.

સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસ અને સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવી રાખવાના સંકલ્પ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસ માર્ગનું ગુજરાત સતત અનુસરણ કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ કર્યુ હતું.

ખેતીનો વિસ્તાર ૬પ ટકા વધ્યો

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીપદ કાળ દરમ્યાન કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા જે નવતર અભિગમ અપનાવ્યા તે ગુજરાતની આ કૃષિક્રાંતિના મૂળમાં છે એમ તેમણે ગૌરવસહ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં પાછલા બે દશકમાં બાગાયત વિસ્તાર ૩૦૦ ટકા વધીને ૪.૮૦ લાખ હેક્ટરમાંથી ર૦ લાખ હેક્ટરે પહોચ્યો છે તેમજ દાળની ખેતીનો વિસ્તાર ૬પ ટકા વધ્યો છે તેની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિમાં SPVના માધ્યમથી વધુ વિસ્તાર આવરી લઇ દાડમ, ખજૂર અને કમલમ (ડ્રેગન ફ્રૂટ) જેવા ફળોની ખેતીને પણ સામેલ કરવામાં આવી છે.

ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો

મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણ-અર્બન સેક્ટરની પહેલ રૂપ બાબતો અને સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગુજરાતના શહેરોને વર્લ્ડક્લાસ સિટીઝ બનાવવાનું જે સપનું જોયુ હતું. તેને સાકાર કરવા અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીયે. તેમણે કહ્યું હતું કે, શહેરોના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે સુઆયોજિત શહેરી વિકાસ તેમજ નાગરિક લક્ષી શાસન માટે વિવિધ કલ્યાણ યોજનાઓને ટોચની અગ્રતા આપેલી છે. રાજ્યના શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે

૭૮૦૦ યુનિટનું રિ-ડેવલપમેન્ટ કામ પુરૂં થઇ ગયું

ગુજરાતમાં ફયુચરીસ્ટીક સિટીની જે પરિકલ્પના વડાપ્રધાનએ આપેલી છે તેને સુસંગત આયોજનબદ્ધ શહેરી નિયોજન દ્વારા ગિફટ સિટી દેશના મુખ્ય નાણાંકીય અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યના દરેક શહેરોમાં યોજનાઓની ત્વરિત અને પારદર્શી મંજૂરી પ્રક્રિયા માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ દ્વારા ગત બે વર્ષમાં અંદાજે ૧ લાખ વિકાસ કામોને સરકારે અનુમતિ આપી છે.

Most Popular

To Top