National

નવાબ મલિકે ફોડ્યો ‘હાઈડ્રોજન બોમ્બ’, કહ્યું, દેવેન્દ્ર ફડણવીસના આશીર્વાદથી મહારાષ્ટ્રમાં નકલી નોટોનો..

આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case) માંડ શાંત પડ્યો ત્યાં હવે રાજકીય યુદ્ધ (Political War) શરૂ થઈ ગયું છે. નવાબ મલિક (Nawab Malik) અને મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Maharashtra Ex CM Devendra Fadanvis) વચ્ચે વાક્યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ફડણવીસ દ્વારા નવાબ મલિક પર દાઉદ સાથેના કનેકશનના આરોપ લગાવ્યા બાદ આજે નવાબ મલિકે હાઈડ્રોજન બોમ્બ ફોડ્યો છે. મલિકે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મલિકે કહ્યું કે ફડણવીસના ‘આશીર્વાદ’થી મહારાષ્ટ્રમાં ખંડણી (Extortion) અને નકલી નોટોનો (Fake Currency) વેપલો ચાલતો હતો. મલિકે સમીર વાનખેડેનો પણ ફરી ઉલ્લેખ કરતાં કહ્યું કે પૂર્વ સીએમ અધિકારી (Samir Vankhede)ને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે તે તેમની નજીકનો છે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી કરાઈ હતી. દેશભરમાં નકલી નોટ પકડાઈ હતી પરંતુ 8 ઓક્ટોબર 2017 સુધી મહારાષ્ટ્રમાં એક પણ નકલી નોટનો કેસ સામે આવ્યો નહતો. કારણ કે દેવેન્દ્ર ફડણવીસના સંરક્ષણમાં નકલી નોટનો ખેલ મહારાષ્ટ્રમાં ચાલતો હતો. તેમણે કહ્યું કે 8 ઓક્ટોબર 2017ના રોજ એક દરોડો પડ્યો જેમાં 14 કરોડ 56 લાખ રૂપિયાની નકલી નોટો પકડાઈ હતી. તે સમયે દેવેન્દ્ર ફડણવીસે મામલો રફેદફે કરાવ્યો હતો. તેમાં ઈમરાન આલમ શેખ, રિયાઝ શેખને પકડ્યા હતા. પરંતુ બાદમાં તે જપ્તીને 8 લાખ 80 હજાર રૂપિયા બતાવીને દબાવવામાં આવી હતી.

તેના ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા કે મામલામાં આરોપીને ગણતરીના સમયમાં જામીન કેવી રીતે મળી ગયા? મામલો NIA ને કેમ ન અપાયો. આ નોટ ક્યાંથી આવી હતી તે પણ ખબર ન પડી  કારણ કે તત્કાલીન સરકારનું સંરક્ષણ હતું. મલિકે કહ્યું કે ઈમરાન આલમ શેખ અલ્પસંખ્યક કમીશનના ચેરમેન હાજી અરબાઝ શેખનો નાનો  ભાઈ હતો. કહેવાય છે કે હાજી અરબાઝને પક્ષપલટો કરાવીને દેવેન્દ્ર ફડણવીસે ચેરમેન બનાવ્યો હતો. 

Most Popular

To Top