Dakshin Gujarat

પૈસા ઉઘરાવ્યા બાદ નમો ટેબલેટ નહીં મળતા વિદ્યાર્થીઓનો કોલેજમાં હોબાળો મચાવ્યો

નવસારી : નવસારી (Navsari) મહિલા કોલેજના (Women’s College) વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા બાદ નમો ટેબલેટ (Namo Tablet) નહીં આપતા વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો મચાવ્યો હતો.સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ટેકનોજી સાથે જોડાઈને અભ્યાસ કરે તે હેતુ સાથે તેમને એક ચોક્કસ રકમ નક્કી કરીને ટેબલેટ ગેઝેટ આપવાની યોજના બનાવી છે ત્યારે લાબા સમયથી કોલેજ અને યુનિવર્સિટી (University) નાં સંકલનમાં ખામી આવતા વિદ્યાર્થીઓને (Students) અભ્યાસ મેળવવા માટે અતિ જરૂરી ટેબલેટ ન મળતા તેઓને માત્ર ઠાલા વચનો મળતા આજે તેમણે ધીરજ ગુમાવી હતી.અને કોલેજ મેનેજમેન્ટ આપશે પહોંચી જઇને ટેબલેટ મુદ્દે માત્ર વાયદો મળતા હોબાળો મચાવ્યો હતો.

વિદ્યાર્થીઓ પાસેથી નમો ટેબલેટના પૈસા યુનિવર્સીટીમાં જમા નહીં કરાવ્યા હોવાના આક્ષેપ

નવસારી મહિલા કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી 3 વર્ષ અગાઉ નમો ટેબલેટ માટે પૈસા ઉઘરાવ્યા હતા. પરંતુ 3 વર્ષ વીતી ગયા છતાં તેઓને નમો ટેબલેટ નહીં આપતા વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને રજૂઆત કરી હતી. ત્યારબાદ પણ કોલેજના આચાર્ય દ્વારા નમો ટેબલેટ નહીં અપાતા બુધવારે કોલેજના વિદ્યાર્થીઓએ ભેગા થઇ કોલેજમાં હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓ પાસેથી નમો ટેબલેટ માટે ઉઘરાવવામાં આવેલા પૈસા યુનિવર્સીટીમાં જમા નહીં કરાવ્યા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા. જેથી વિદ્યાર્થીઓના હોબાળા બાદ કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને પૈસા વ્યાજ સહીત પરત આપવાની ખાત્રી આપતા વિદ્યાર્થીઓ શાંત પડ્યા હતા.

વિદ્યાર્થીઓએ કોલેજ પહોંચી હોબાળો મચાવીને કોલેજને માથે લીધી

ઉલ્લેખનીય છે કે,મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓને છેલ્લા 3 વર્ષથી ટેબલેટ માટે મેનેજમેન્ટ દ્વારા પૈસા લીધા બાદ પણ તેમને પાછા મળ્યા ન હતા.જેથી બુધવારે ધીરજ ગુમાવી બેઠેલા વિદ્યાર્થીઓએ કોલેજ પહોંચી હોબાળો મચાવીને કોલેજને માથે લીધી હતી અને ભારે હંગામોં પણ મચાવી દીધો હતો.વિદ્યાર્થીઓ ટેકનોજી સાથે જોડાઈને અભ્યાસ કરે તે હેતુ સાથે તેમને એક ચોક્કસ રકમ નક્કી કરીને ટેબલેટ ગેઝેટ આપવાની યોજના બનાવી છે. ત્યારે લાબા સમયથી કોલેજ અને યુનિવર્સિટી નાં સંકલનમાં ખામી આવતા વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવા માટે અતિ જરૂરી ટેબલેટ ન મળતા તેઓને માત્ર ઠાલા વચનો મળતા આજે તેમણે ધીરજ ગુમાવી હતી.યુનિવર્સિટી નાં સંકલનમાં ખામી આવતા વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવા માટે અતિ જરૂરી ટેબલેટ ન મળતા તેઓને માત્ર ઠાલા વચનો મળતા આજે તેમણે ધીરજ ગુમાવી હતી.અને કોલેજ મેનેજમેન્ટ આપશે પહોંચી જઇને ટેબલેટ મુદ્દે માત્ર વાયદો મળતા હોબાળો મચાવ્યો હતો.

Most Popular

To Top