Charchapatra

‘રાષ્ટ્રિય ટપાલ સપ્તાહ’

વિશ્વ ટપાલ દિવસના ભાગ રૂપે ભારતભરમાં 9થી 13 ઓકટોબર દરમ્યાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી થાય છે. ઇસ્ટ ઇન્ડિયા કું.એ 1727માં પહેલી પોસ્ટ ઓફિસ ખોલી હતી. લોર્ડ ડેલહાઉસી ઇન્ડિયન પોસ્ટ સરવીસના સ્થાપક હતા તેથી તેઓ ફાધર ઓફ ઇન્ડિયન પોસ્ટ કહેવાય છે. ટપાલ માટે અંગ્રેજીમાં પોસ્ટ શબ્દ કેમ છે? અંગ્રેજોના ઘણા શબ્દો મુળ લેટિન ભાષામાંથી આવ્યા છે. લેટિન ભાષામાં પોસ્ટીસ શબ્દ છેજેનો અર્થ થાંભલો પણ લેમ્પ ગોઠવવામાં આવતી હતી. તેથી તે થાંભલાને લેમ્પ પોસ્ટ કહેવાય છે.

એક જમાનામાં ટપાલ પેટીઓ આવા થાંભલા સાથે ફીક્ષ કરાતી હતી તેથી ટપાલ માટે પોસ્ટ શબ્દ વપરાવા લાગ્યો. પછી તો આ પોસ્ટપરથી પોસ્ટમેન પોસ્ટકાર્ડ, પોસ્ટ ઓફિસ વગેરે શબ્દો આવ્યા. સુરતમાં 1927ની 1 માર્ચના રોજ મહિધરપુરામાં સૌથી પહેલી પોસ્ટ ઓફિસ શરૂ થઇ. જે અત્યારે સુરત પોસ્ટ વિભાગની હેડ ઓફિસ તરીકે કાર્યરત છે. સુરત શહેરમાં 79 ગ્રામ્ય વિભાગમાં 95 અને ટ્રાઇબલ (આદિવાસી) વિસ્તારમાં 63 સહિત સુરત જિલ્લામાં કુલ 237 પોસ્ટ ઓફિસ કાર્યરત છે. જો કે આજના ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયાના જમાનામાં પોસ્ટનું થોડુક મહત્વ ઘટયું છે (વિશેષત: શહેરોમાં) પણ જયારે મોબાઇલ નહોતા ત્યારે તો પોસ્ટ જ સંદેશાની આપ લે માટે અગત્યનું માધ્યમ હતું.

બ્રિટીશ પોસ્ટલ મ્યુઝીયમ જણાવે છે કે વિશ્વની પહેલી પોસ્ટ ઓફિસ 1712માં સ્કોટલેન્ડમાં શરૂ થઇ હતી જે આજે પણ કાર્યરત છે. હિમાચલ પ્રદેશના સ્પીટી વેલીના હીકીમા ગામમાં પોસ્ટ ઓફિસ છે જે વિશ્વની ઉંચામાં ઉંચે સ્થળે (દરિયાની સપાટીથી 14657 ફુટ ઉંચે) આવેલી પોસ્ટ ઓફિસ છે. પહેલવહેલો પોસ્ટલ સ્ટેમ્પ 1 જુલાઇ 1852માં સીંધ ડિસ્ટ્રિકટમાં પ્રકાશિત થયો હતો. વિશ્વના સૌથી પહેલાં પોસ્ટ માસ્ટર જનરલ 250 વર્ષ પ હેલા બેન્જામિન ફ્રેન્કલીન હતા. આર્કિટેકચરની દૃષ્ટિએ ભારતમાં સૌથી સુંદર પોસ્ટ ઓફિસ શીમલામાં છે. 1774માં વોરન હેસ્ટિંગ્સે ભારતમાં કલકત્તામાં પહેલવહેલી પોસ્ટ ઓફિસ શરૂ કરી હતી. ભારતમાં સૌથી મોટી પોસ્ટ ઓફિસ મુંબઇમાં છત્રપતિ શિવાજી ટર્મિનલ એરિયામાં આવેલી છે. ભારતમાં પોસ્ટલ સરવીસ અન્ય દેશોની સરખામણીમાં સૌથી સસ્તી છે. ભારતમાં 154000 પોસ્ટ ઓફિસ છે જે વિશ્વમાં સૌથી અધિક છે!
સુરત     – ડો. કિરીટ એન. ડુમસિયા.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top