Charchapatra

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી એટલે સુરતનો વિકાસ અટકે છે

સુરત એરપોર્ટ માટે છેલ્લાં 25 વર્ષથી વસ્તીના વધારા વિપુલ પ્રમાણમાં ઔદ્યોગિક પ્રગતિ તથા તેને લગતાં મોટાં મોટાં સંગઠનો તરફથી આં.રા. એરપોર્ટની માંગણી કરી રહ્યું છે. સુરતને આ બાબતમાં ઘણો અન્યાય થયો હતો. વર્ષો પહેલાં રજનીકાંત ઠક્કરે પણ એરપોર્ટ માટે ઘણી રજૂઆત કરી હતી. આમ આપણા ભૂતપૂર્વ સાંસદ સ્વ. કાશીરામ રાણાના પ્રયત્નોથી એરપોર્ટ મળ્યું પણ અનેક સુવિધાથી ખામીવાળું હતું. સુરતને વ્યવસ્થિત એરપોર્ટ મળે તો નજીકના મુંબઇ અને અમદાવાદ, વડોદરાના એરપોર્ટને અસર થાય એટલે સુરતને તેમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. આમાં રાજકારણ પણ ઘણું ખરડાયેલું હતું.

ડો. મનમોહન સિંહ વડા પ્રધાન હતા તે વખતે મહારાષ્ટ્રના ત્રણ નેતા શરદ પવાર સંરક્ષણ પ્રધાન, પ્રફુલ પટેલ એવીએશન મીનીસ્ટર અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ વિગેરેએ પણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતને આં.રા. એરપોર્ટ માટે વિચાર્યું ન હતું. હવે વર્તમાન સમયમાં આપણા વડા પ્રધાન તા. 17.12.23ના રોજ સુરતના ભરથાણા ખાતે જગતનું સૌથી વિશાળ ડાયમંડ બુર્શનું ઉદ્‌ઘાટન કરવા આવી રહ્યા છે તેમના હસ્તે રાજકોટની જેમ સુરતને પણ આં.રા. એરપોર્ટની ગીફટ આપે એવી આ સહનશીલ જનતાની ઇચ્છા પૂર્ણ થાય એ જ આશા સાથે વિરમું છું. સુરતનો પ્રત્યેક નાગરિક વિપરીત પરિસ્થિતિમાં હસતે મોઢે સહન કરવાની ટેવવાળો છે. આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ થવાથી સુરત અનેક રીતે વિકસે એમ છે. સુરત અને ગુજરાતના નેતાઓ આ વિશે ગંભીર બને તો સારું.
સુરત              – રમેશ વૈદ્ય.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શેર બજાર
આમ તો આ શબ્દ પર જેટલી ચર્ચા કરો તેટલી ઓછી પડે. લગભગ ગુજરાતીઓ આ શબ્દ અને આની આંટીઘૂંટી સમજતા જ હોય છે. ખરેખર જો અભ્યાસ કરીને આયોજનપૂર્વકનું રોકાણ કરવામાં આવે તો શેર બજાર પણ આવકનો એક સ્રોત બની શકે તેમ છે.આ ક્ષેત્રના જાણકાર અને અનુભવી લોકોની યોગ્ય સલાહ મુજબ જો રોકાણ કરો તો ચોક્કસ ફાયદો થાય જ.આજે તો આવી સલાહ આપવા માટે પણ પ્રોફેશનલ લોકોની ટીમ કામ કરતી હોય છે. શેર બજારમાં રોકાણને લઈને ઘણાં લોકોને હજી અસમંજસ, ભય અને રૂપિયા ગુમાવવાનો ડર રહેતો હોય છે. ઘણી બધી ગેરસમજ પણ લોકોમાં પ્રવર્તે છે. પરંતુ રિસ્ક તો આજે બધે જ છે.જેટલું મોટું રિસ્ક એટલો મોટો પ્રોફીટ પણ હોય છે.આજે ઘણી સમજણ અને માહિતી ઉબલબ્ધ છે પરંતુ તો પણ ઘણા આ બાબત લોકોને જાગૃત કરવાની જરૂર છે. શેર બજાર આજે ફકત સટ્ટો નહીં, પરંતુ ફાઇનાન્સ પ્લાનિંગનો એક ભાગ છે.
સુરત     – કિશોર પટેલ.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top