Dakshin Gujarat

નર્મદા: ખેતરમાં કામ કરતી આદિવાસી મહિલા પર દિપડાનો હિંસક હુમલો, હાથમાં 6 ટાંકા આવ્યા

ભરૂચ: (Bharuch) નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગાડકોઈ ગામના (Village) ખેતરમાં કામ કરતી આદિવાસી મહિલા પર અચાનક હિંસક દીપડો (Leopard) ત્રાટકતા મહિલાને ઈજાઓ પહોંચાડી હતી. વન્યપ્રાણીથી ગભરાયેલી મહિલાને સારવાર અર્થે દાખલ કરાઈ હતી. જ્યાં તેને ડાબા હાથ પર 6 ટાંકા આવ્યા હતા.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાનકડા ગાડકોઈ ગામે રેખાબેન કંચનભાઇ લક્ષ્મનણ ભાઇ તડવી(ઉ.વ.૩૯) પોતાના પતિ સાથે ખેતરે કપાસ વીણવા ગયા હતા. કપાસ વીણી પરત ઘરે જતા જ ખેતરમાં તુવેર તોડતી હતી એ વેળા કંચનબેનની પાછળથી આવીને હિંસક દીપડાએ ડાબા હાથે બચકું ભરવાનો પ્રયાસથી મહિલાએ જોઈ જતા જ બુમાબુમ કરતા જ તેનો પતિ પણ દોડી આવ્યો હતો. આ ભાગદોડમાં દીપડો ભાગી છૂટ્યો હતો. કંચનબેનને દીપડાના પંજાના નખ ડાબા હાથમાં વાગતા લોહી નીકળતું હતું. આ ઘટના બાદ તેઓને તાબડતોબ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગરૂડેશ્વર સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ કરાયા હતા. તેણીને ડાબા હાથે 6 ટાંકા આવ્યા હતા. ઉલ્લેખનીય એ છે કે સમય સમય પર દીપડા માનવવસવાટમાં જોવા મળતા અને ક્યાંક હિંસક હુમલો થતા આ બાબતે તંત્ર પણ હરકતમાં આવે એવી માંગ ઉદ્દભવી છે.

Most Popular

To Top