National

નામીબિયાથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી 5 વર્ષની માદા ચિત્તા સાશાનું મોત

નવી દિલ્હી: મધ્યપ્રદેશના શ્યોરપુર ખાતે આવેલા કૂનો નેશનલ પાર્કમાં (Kuno National Park) સોમવારે માદા ચીત્તા (Cheetah) સાશાનું મોત (Death) થયું હતું. જાણકારી મળી આવી છે કે તે છેલ્લાં કેટલાય દિવસથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાતી હતી. 22 જાન્યુઆરીથી તે કિડની સંબંધિત સમસ્યાથી પીડાતી હતી. જો રે 27 માર્ચના રોજ તેનું મોત થયું હતું. મહત્વની વાત એ છે કે નામીબિયામાં તેનું એક ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું જો કે આ વાતને છૂપી રાખવામાં આવી હતી.

17 સપ્ટેમ્બર 2022નો દિવસે પીએમ મોદીના જન્મદિવસના અવસર પર મોદીએ મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી મંગાવેલા 8 ચિત્તાં છોડયા હતા. જેમાંથી આજે એક માદા ચિત્તા સાશાનું મોત થઈ ગયું હતું. જાણકારી મુજબ 22-23 જાન્યુઆરીના રોજ, કુનો નેશનલ પાર્કના કમ્પાર્ટમેન્ટ નંબર 5 માં બે માદા ચિત્તા, સવાન્નાહ અને સિયા સાથે રહેતી માદા ચિત્તા સાશામાં બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા. આ પછી તેને મોટા એન્ક્લોઝરમાંથી નાના એન્ક્લોઝરમાં શિફ્ટ કરવામાં આવી હતી. સાશા ખોરાક ખાતી ન હતી અને સુસ્ત હતી. આ પછી કુનો નેશનલ પાર્કમાં હાજર ત્રણ ડોકટરો અને ભોપાલથી પહોંચેલા ડોકટરોએ તેની તપાસ કરી, તો માદા ચિત્તાની કિડનીમાં ચેપ જોવા મળ્યો હતો.

જાણકારી મુજબ સાશાની તબિયલ જાન્યુઆરી 24થી જ ખરાબ થઈ હતી. જો કે મેડિકલ ટીમ તેને યોગ્ય ટ્રિટમેન્ટ આપી રહી હતી. તેને છેલ્લાં કેટલાય દિવસથી ડિહાઈડ્રેશન અને કિડનીની સમસ્યા હતી. શરૂઆતના દિવસોમાં તેને આરામ મળી ગયો પણ ત્યાર પછી એકાએક તેની તબિયત ખરાબ થતાં તેનું મૃત્યું થયું હતું.

સાશાને ભારત આવતા પહેલા કિડનીની બીમારી હતી
સાશાના ટેસ્ટમાં કિડનીની બીમારીની પુષ્ટિ થઈ છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, દેહરાદૂન અને કુનો નેશનલ પાર્ક મેનેજમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ નામિબિયામાં ચિતા કન્ઝર્વેશન ફાઉન્ડેશન પાસેથી સાશાની સારવારનો રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટ જોઈને ભારતના ડોકટરો સામે આવ્યું છે કે 15મી ઓગસ્ટ 2022ના રોજ નામીબિયામાં કરાયેલા છેલ્લી બ્લડ સેમ્પલ ટેસ્ટમાં પણ ક્રિએટિનાઇન લેવલ 400થી વધુ જોવા મળ્યું હતું જે પુષ્ટિ કરે છે કે સાશાને ભારત આવતા પહેલા કિડનીની બીમારી હતી.

18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા
18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. જેમાંથી 7 નર અને 5 માદા ચિત્તાઓએ પણ ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં પોતાનો ક્વોરેન્ટાઈન પીરિયડ પૂર્ણ કર્યો છે. હવે આ નવા મહેમાનોને નાના બિડાણમાંથી મોટા ઘેરાવમાં છોડાવવા માટે ચર્ચા ચાલી રહી છે. હાલમાં માત્ર 4 નામીબિયન ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે.

Most Popular

To Top