Vadodara

શહેરમાં જ્યાં જ્યા કચરો દેખાયો ત્યાં સફાઇ કરવા આવ્યા પાલિકાના નેતાઓ

વડોદરા: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શહેરમાં 6 ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી અટલ સ્વચ્છતા અભિયાનનો મેયર, મ્યુનિસિપલ કમિશનર ભાજપના અધ્યક્ષ પાર્ટીના પદાધિકારીઓ બાળકો અને અધિકારીઓ ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના હૃદય સમાન માંડવીથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું જ્યાં પાલિકાએ ગંદકી બદલ વેપારીઓ પાસેથી 4800 રૂપિયા વહીવટી ચાર્જ અને 16 રસીદો આપી હતી બે વખત 10 સ્થળોએ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.

પાલિકા દ્વારા અટલ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે 6 ડિસેમ્બર ડો. બાબા આંબેડકરની પુણ્યતિથિએ અભિયાનનો પ્રારંભ કરાયો છે. સફાઇ અભિયાન ૨૫મી ડિસેમ્બર અટલબિહારી બાજપાઈ જન્મ જયંતી સુધી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. અટલ સ્વચ્છ અભિયાન ઇલેક્શન વોર્ડ નંબર 14 શહેરના હૃદય માંડવી ખાતેથી મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય સહિતના પદાધિકારીઓએ સફાઇ ઝુંબેશ શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં દેખાયો કચરો ત્યાં નેતાઓ એકશનમાં આવ્યા હતા. મંગળ બજારમાં સફાઈ કરીને ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થઈને સ્વછતા અંગેના સંકલ્પ લીધા હતા.

વોર્ડ નં.14માં10 સ્થળોએ સફાઈ

સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકાએ માંડવી વિસ્તારથી સફાઇ અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં દુકાનદારો દ્વારા ગંદકી કરાતા 4800 રૂપિયા વહીવટી ચાર્જ પેટે વસૂલ કરયા હતા. વેપારીઓને 16 રસીદો આપવામાં આવી હતી.જેમાં ઈલેક્શનનો વોર્ડ 14માં બે વખત 10 સ્થળોને સફાઈ કરવામાં આવી હતી. એન્જિનિયરિંગ વિભાગ એક ટ્રેક્ટર કાટમાળ હટાવ્યો અને ત્રણ ટ્રેક્ટર જંગલ કટીંગ કર્યું હતું.

સ્વચ્છ સ્થળેથી સ્વચ્છતાનો દેખાવો નેતાઓએ શરૂ કર્યો

સ્વચ્છતા અભિયાનની શરૂઆતથી નેતાઓએ ઝાડુ પકડીને માત્ર ફોટો સેશન કર્યું હતું. ચાર દરવાજા વિસ્તારમાં પણ વર્ષોથી સ્વચ્છતા જળવાઈ છે. ચાર દરવાજાની જનતા જાગૃત છે. સફાઈ સેવકો, વોર્ડ કચેરી પાસે કામ કરવું તે જાણે છે. જે વિસ્તાર સ્વચ્છ છે તે વિસ્તાર પાલિકા તંત્ર એ પસંદ કર્યો હતો.

સ્વચ્છતા આપણી ફરજ છે, મેયર

મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા જાળવવી તે પ્રત્યેક નાગરિકની ફરજ છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા તમામ વોર્ડ રસ્તા સ્વચ્છ કરાશે. જેનું સભાસદ  નિરીક્ષણ કરશે. આ ઉપરાંત મંદિરો, શાળાઓ, ધાર્મિક સ્થળો ,સ્મશાન ગૃહ, શાળાઓને પણ સ્વચ્છ કરાશે. શહેરને સ્વચ્છ બનાવવાની નેમ સાથે નાગરિકોનો પણ સાથ સહકાર આ અભિયાનમાં મળે તેવો અનુરોધ કર્યો હતો.

નેતાઓ માસ્ક પહેરવાનું ભૂલી ગયા

શહેરના હૃદય માંડવી તે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મેયર કેયુર રોકડિયા ડેપ્યુટી નંદા જોશી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ જિતેન્દ્ર પટેલ અને શાસકપક્ષના નેતા અલ્પેશ લીંબચીયા એ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને હાથમાં મોટા ઝાડૂ પકડી કચરો સાફ કરવાનો માત્ર દેખાડો કર્યો ડેપ્યુટી મેયર મેંયર અને ચેરમેને કાઢેલા કચરાને જાતે ભેગો કરી કચરાપેટીમાં નાખ્યો. ભાજપના શાસન તથા નેતા અલ્પેશ લીમ્બચીયા બંને હાથ ખિસ્સામાં મૂકીને માત્ર ખેલ જોએ રાખ્યો.કોરોના ની ગાઈડ લાઈન ચાલુ હોવા છતાં પણ માંડવી વાળા ભીડભાડવાળા વિસ્તારમાં મેયર ડેપ્યુટી મેયર ચેરમેન કે શાસક પક્ષના નેતાએ કે સાચી કાર્યકરોએ માસ્ક પહેર્યા ન હતા.

Most Popular

To Top