National

મુંબઈમાં 40થી વધુ લોકોએ 2 ડઝન વાહનોમાં તોડફોડ કરી, એક વ્યકિત ઘાયલ

મુંબઈ: મુંબઈ પોલીસે (Police) માનખુર્દ વિસ્તારમાં કાર અને ઓટો-રિક્ષા (Car-Auto) સહિત 20થી 25 વાહનોમાં (Vehhical) તોડફોડ કરવા બદલ 40થી વધુ અજાણ્યા લોકો સામે સોમવારે (Monday) ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) નોંધી છે તેવું એક અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે (Sunday) મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ (Injured) પણ થઈ હતી.

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે, સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. માનખુર્દ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ”આશરે 40થી વધુ લોકો નજીકના વિસ્તારના રહેવાસી હોવાની શંકા છે. રવિવારે રાત્રે માનખુર્દની મ્હાડા કોલોનીમાં પહોંચ્યા હતા અને કથિત રીતે પાર્ક કરેલાં વાહનો- ખાનગી કાર, ઓટો-રિક્ષા અને ટૂ-વ્હીલર પર તલવારો અને વાંસની લાકડીઓ વડે તોડફોડ કરી હતી.” પોલીસે કહ્યું હતું કે, આ ઘટનામાં અબ્દુલ્લા યાકુબ શેખ તરીકે ઓળખાતી એક વ્યક્તિ પણ ઘાયલ થઈ હતી.

ઉચ્છલના મિરકોટ ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત
વ્યારા: ઉચ્છલ તાલુકાનાં મિરકોટ ગામના બસ સ્ટેન્ડથી લક્કડકોટ તરફ જતાં રોડ ઉપર તારીખ ૧૦મી એપ્રિલે બપોરે ૪ વાગ્યાના અરસામાં ઇકો સ્પોર્ટ કાર નં.GJ-26-N-0674ના ચાલકે અરવિંદભાઇ દરજુભાઇ ગામીત પંદર વર્ષીય પુત્ર આયુષ અને તેના મિત્રની હીરો હોન્ડ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નં.GJ-26-L-1393ને ટક્કર મારતા બંને રોડ ઉપર પટકાયા હતા. જેમાં આયુષને ડાબા કાન ઉપર માથાના ભાગે, ખભા- છાતીના ભાગે તેમજ ડાબા પગે ઘૂંટણ નીચે ફેક્ચર થઈ ગયું હતું. તેમજ જમણા હાથે પણ ગંભીર ઇજા થઇ હતી તેના મિત્ર ઐયુબ પ્રવિણભાઇ ગામીતને જમણા પગે ઘૂંટણથી નીચેના ભાગે ફેક્ચર તેમજ માથામાં ગંભીર ઇજા થઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બંને મિત્રોનું સારવાર દરમિયાન મોત થઇ ગયુ હતું. આ બનાવમાં પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પતિ-પુત્રી સાથે બાઈક પર જતી સુરતની મહિલાને ડમ્પરે કચડી મારી: પુત્રીને ઈજા
આમોદ: આમોદના અનોર ગામે માતાજીના જવારા વિસર્જન પ્રસંગ પતાવી પ્રવિણસિંહ મોહનસિંહ ઝાલા પત્ની કપિલાબેન અને પુત્રી હેતલ સાથે મોટર સાઈકલ ઉપર પોતાના સાસરે ભાલોદ ગામે જઈ રહ્યા હતા. ત્યારે પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા સાંસરોદ ગામ નજીક નારેશ્વર ચોકડી પાસે ડમ્પરે તેમની મોટરસાઈકલની ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં કપિલાબેન રોડ પર પટકાતાં તેમના માથા ઉપરથી ડમ્પરનું વ્હીલ ફરી વળતાં ઘટના સ્થળે તેણીનું મોત નીપજ્યું હતું. જ્યારે 21 વર્ષીય પુત્રીને ઈજા થતાં 108ની મદદથી પાલેજ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રવિણસિંહ ઝાલાનો આબાદ બચાવ થયો હતો. કરજણ પોલીસે ફરાર ડમ્પર GJ-16-AV-9049ના ચાલક વિરુદ્ધ અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભુમાફિયાઓ તેમજ બેફામ દોડતા ડમ્પરો સામે રોષે ભરાયાં હતા.

Most Popular

To Top