Entertainment

“રિમઝિમ ગીરે સાવન” ગીતનું રિ-ક્રિએશન વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જુઓ વીડિયો

મુંબઇ: હાલ સોશિયલ મીડિયા (Social Media) પર આઇકોનિક ગીત ‘રિમઝિમ ગીરે સાવન’ના રિ-ક્રિએશન (Re-creation) પરનો એક વીડિયો ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વિડિયોમાં મૌષુમી ચેટર્જી (Moushami Chatterjee) અને અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ગીતોની યાદો તાજી થઈ ગઈ છે. ફિલ્મ મંઝિલના પ્રખ્યાત ગીત રિમઝિમ ગીરે સાવન આ ગીતની યાદો ત્યારે વધુ તાજી થઈ જ્યારે આ ગીતનો રિક્રિએટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. એક વૃદ્ધ દંપતીએ મુંબઈમાં એ જ લોકેશન પર જઈને ગીતને રિક્રિએટ કર્યું છે. જે બાદ ફિલ્મની મૂળ અભિનેત્રી મૌષુમી ચેટર્જીએ પોતે આ ગીતની યાદો શેર કરી છે.

આ ગીત ખરેખર વરસાદ વચ્ચે શૂટ કરવામાં આવ્યું હતું- મૌષુમી ચેટર્જી
આ વાયરલ વીડિયો પર મૌષુમીએ કહ્યું છે કે ‘મેં આ વીડિયો જોયો છે, અમે કલાકારોને જોવાનું ગમે છે. ખુશીની વાત એ છે કે આ ગીતની યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે. આ વિડિયો જોયા પછી હું ખૂબ જ ભાવુક થઈ છું. હું વિચારી રહ હતી કે કાશ આજે બાસુ ચેટર્જી જીવતા હોત, તો તેઓ આ વિડિયો જોઈને ખૂબ ખુશ થયા હોત, તેમને આ ખૂબ જ ગમ્યો હોત. રિમઝિમ ગીરે સાવન ગીતની યાદોમાં ખોવાયેલી મૌષુમીએ વધુમાં કહ્યુ કે આખું ગીત બે દિવસમાં શૂટ કરવામાં આવ્યું હતું. એ આખા ગીતમાં મેં એક જ સાડી પહેરી છે. જ્યાં સુધી વરસાદ ચાલુ રહ્યો ત્યાં સુધી અમે શૂટિંગ ચાલુ રાખ્યું. વરસાદ બંધ થતાં જ અમે ઘરે પાછા ફર્યા. આખું ગીત મૂળ રીતે બારિશમાં શૂટ કરવામાં આવ્યું હતું. કોઈપણ જગ્યાએથી કૃત્રિમ પાણીની ટાંકીઓ કે શાવરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

એ જ લોકેશન પર ગીત શૂટ કરવામાં આવ્યું
આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં વૃદ્ધ દંપતી માયાનગરી મુંબઈની સડકો પર ડાન્સ કરતા જોવા મળે છે. દેખાવમાં બંનેની ઉંમર 60 વર્ષથી વધુ લાગે છે, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ એવો છે કે જાણે તાજેતરમાં જ લગ્ન કર્યાં હોય. આ ડાન્સ માટે કપલે ઓરિજિનલ લોકેશન પસંદ કર્યું છે. એટલે કે અમિતાભ બચ્ચન અને મૌષુમી ચેટર્જીએ જ્યાં ગીત શૂટ કર્યું હતું ત્યાં આ દંપતીએ ગીતને ફરીથી બનાવ્યું હતું. મરીન ડ્રાઈવથી લઈને ગેટવે ઓફ ઈન્ડિયા સુધીના વિવિધ સ્થળો જોવા મળે છે. મળતી માહિતી મુજબ રિમઝિમ ગીરે સાવન વર્ષ 1979માં આવેલી ફિલ્મ ‘મંઝિલ’નું એક ગીત છે. આ ગીત આરડી બર્મને કમ્પોઝ કર્યું હતું. જ્યારે લતા મંગેશકર અને કિશોર કુમારે ગીતને પોતાનો અવાજ આપ્યો હતો.

Most Popular

To Top