Gujarat

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર ચુકાદો અનામત

અમદાવાદ: મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના (Bidge Accident) મામલે આરોપી જયસુખ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં (High court of Gujarat) જામીન અરજી કરવામાં આવી છે. આ જામીન અરજીની તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

  • આ હોનારતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તે જોતા આરોપીને જામીન આપી શકાય નહીં: સરકાર તરફે રજૂઆત

આ મામલે સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ ગંભીર બાબત છે. આ કેસમાં આરોપીને જામીન આપી શકાય નહીં. બીજી તરફ દુર્ઘટનાના પીડિત તરફથી દલીલ કરવામાં આવી હતી કે, મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તે જોતા આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

મોરબીમાં ગત 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાય હતી. જેમાં 135 લોકોના મૃત્યુ થયા હતાં. મોરબી ઝુલતાપુલના સમારકામ અને સંચાલકનો કોન્ટ્રાક્ટ મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપને આપવામાં આવ્યો હતો. જોકે ઓરેવા ગ્રુપ દ્વારા કોઈપણ જાતની ચકાસણી કે મંજૂરી વગર 26 ઓક્ટોબર 2022ના રોજ બ્રિજને ખોલવામાં આવ્યો હતો, અને 30 ઓક્ટોબર 2022ના રોજ સાંજના સમયે બ્રિજ તૂટી પડ્યો હતો.

અગાઉ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા કંપની જવાબદાર- હાઇકોર્ટમાં સીટ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો

અમદાવાદ: (Morbi) મોરબીના ઝુલતા પુલ (Bridge) દુર્ઘટના મામલે સીટ દ્વારા 5000 પાનાનો તપાસ અહેવાલ આજે હાઈકોર્ટમાં (High Court) રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં આ ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે તેમજ બ્રિજ ઉપર જવા આવવા માટે કોઈ ચોક્કસ સંખ્યા કે કોઈપણ પ્રકારના પ્રતિબંધની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

Most Popular

To Top