SURAT

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્ટાફના નાસ્તામાં ઇયળ નીકળતા હંગામો, ફોટો વાયરલ

સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (DGVCL) સ્ટાફના નાસ્તામાં ઇયળ નીકળતા ભારે હંગામો થયો હતો. બુધાવરે કોર્પોરેટ કચેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સેફ્ટી સેમિનારનું (Safety Seminar) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇયળ નીકળતા સમગ્ર સ્ટાફ (Staff) રોષે ભરાતા કંપનીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ કંપનીએ જવાબદારીથી હાથ ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લાઇન સ્ટાફ માટે સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભાગ લેનાર તમામ સ્ટાફ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં એક સ્ટાફના નાસ્તામાં ઇયળ નીકળતા હોબાળો મચ્યો હતો. જેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જે બાદ સમગ્ર સ્ટાફ ભેગો થઇ ગુસ્સે ભરાયો હતો. તેમજ કંપની પાસે આ મામલે જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યારે DGVCLના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે હવે અમે આગળથી ધ્યાન રાખીશું.

જો કે આ મામલે DGVCL તરફથી બરાબર જવાબ ન મળતા સ્ટાફમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. વીજ કંપની દ્વારા તેમના સ્ટાફને જ નિમ્ન કક્ષાનું ભોજન આપવામાં આવતું હોવાથી સ્ટાફમાં રોષનો માહોલ જોવા મળ્ચો હતો. કંપનીની દેખરેખમાં નાસ્તો આપાયો હોવા છતાં પણ ઇયળ નીકળતા માહોલ ગરમાયો હતો.

Most Popular

To Top