SURAT

સુરતને મળી દુબઈ ફલાઇટ, પીએમ મોદી લીલી ઝંડી આપે તેવી શક્યતા

સુરત: સુરતથી દુબઇ ફ્લાઇટ્સ શરૂ થવાની આતુરતાનો હવે અંત આવ્યો છે. જો કે પહેલા સુરતથી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળતી હોવાને કારણે યાત્રીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે સુરતીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ (WWWA) ગ્રુપના પ્રયાસો અને સુરતની (Surat) વર્ષો જૂની માંગણીનો અંતે સ્વીકાર કરવામાં આવ્યો છે, બેંગકોક ફલાઇટ પહેલા જ દુબઈની (Dubai) ફલાઇટ શરૂ કરવામાં આવી દેશે તેવી એર ઇન્ડિયા (Air India Express) એક્સપ્રેસ દ્વારા કેહવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ ઘણા સમયથી દેશની તમામ એરલાઇન્સના સંપર્કમાં હતી અને દુબઈ ફલાઇટ માટે રજૂઆત અને માંગણી કરતી રહી હતી. આખરે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો અને 17 ડિસેમ્બરથી ફલાઇટ શરૂ કરી દેવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદી સુરતથી દુબઇની ફ્લાઇટને લીલી ઝંડી આપે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે.

જો કે અત્યાર સુધી દુબઈથી સ્લોટ નહિ મળવાના કારણે સુરત દુબઈથી વંચિત રહ્યું હતું. પરંતુ આ વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ જુલાઈ મહિનાથી એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દુબઈ ફલાઇટના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા પરંતુ સ્લોટની સમસ્યા નડી રહી હતી.

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ ઉડ્ડયન મંત્રાલય, સેક્રેટરી તેમજ એર લાઇન્સ કંપની ને વારંવાર રજૂઆતનો દોર ચાલુ રાખ્યો હતો કે સુરતને દુબઈની ફલાઇટ મળે, જેથી કરીને સુરતના આંતરાષ્ટ્રીય પેસેન્જરને જે હાલાકી ભોગવવી પડતી હતી તે નહિ પડે. તેમને અન્ય એરપોર્ટ પરથી યુએસ યુકે જવા માટે અન્ય એરપોર્ટ જઈ કનેક્ટીવીટી લેવી પડતી હતી. જેનાથી સમયનો બગાડ , લગેજ નો પ્રોબ્લેમ, ઊંચા ફેર આ બધાથી મુક્તિ મળશે. હવે દુબઈ ફલાઇટ મળતા જ હવે તેઓ સીધા દુબઈથી કનેક્ટીવીટી મેળવી શકશે.. સુરત થી શારજાહ ફલાઇટનો પેસેન્જર ગ્રોથ પણ સુરતને દુબઈ ફલાઇટ મેળવવા સહાયરૂપ બની છે.

Most Popular

To Top