National

PM મોદીની મદદથી આ પાંચ મહિનાની માસૂમ બાળકી વધુ જીવી શકશે

પાંચ મહિનાની તીરા હવે વધુ જીવી શકશે એવી સંભાવના છે. હકીકતમાં ફક્ત પાંચ મહિનાની આ બાળકી તે એસએમએ ટાઇપ 1 બીમારીથી પીડિત છે, જેનો ઉપચાર ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ /અમેરિકાના ઝોલજેન્સ્મા ઇન્જેક્શનથી થઇ શેક છે. આ ઇન્જેક્શનની કિંમત કંઇ મામૂલી નથી. આ ઇન્જ્કશનની કિંમત જાણશો તો ચોંકી જશો. આ એક ઇન્જેક્શનની કિંમત આશરે 16 કરોડ રૂપિયા જેટલી છે. અને સાથે જ આ કિંમત ઉપર ટેક્સ પણ લાગે છે, જે લગભગ 6 કરોડ રૂપિયા જેટલો હશે. ત્યારબાદ તેની કિંમત 22 કરોડ રૂપિયા જેટલી થશે.

સમાચાર આવ્યા છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadnavis) પત્ર પર પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ ઇન્જેક્શન પર ટેક્સ માફ કર્યો છે. જો ઈન્જેક્શન ના આવે તો બાળક માંડ માંડ 13 મહિના જીવિત હોત. તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઇની એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના એક ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ તેને વેન્ટિલેટર પર રાખવામા આવી હતી.

આ ઈન્જેક્શન એટલું મોંઘું છે કે સામાન્ય માણસ માટે તેને ખરીદવું શક્ય નથી. જો કે તે તીરાના પરિવાર માટે પણ મુશ્કેલ હતું. તેના પિતા મિહિર આઈટી કંપનીમાં નોકરી કરે છે. માતા પ્રિયંકા એક ફ્રીલાન્સ ચિત્રકાર છે. આવી સ્થિતિમાં તેમણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને તેના પર ક્રાઉડ ફંડિગ શરૂ કર્યું. તેમને અહીં સારો પ્રતિસાદ મળ્યો છે અને આજદિન સુધીમાં લગભગ 16 કરોડ એકત્રિત થયા છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ઇન્જેક્શન જલ્દીથી ખરીદી શકાય.

તીરાના માતા પિતા કહે છે કે તીરાનો જન્મ હોસ્પિટલમાં થયો હતો. જ્યારે તે ઘરે આવી ત્યારે બધું બરાબર હતું, પરંતુ ટૂંક સમયમાં પરિસ્થિતિ બદલાવાની શરૂઆત થઈ. માતાનું દૂધ પીતી વખતે તીરાને ગૂંગળામણ થતી તેના શરીરમાં પાણીનો અભાવ હતો. એકવાર તેનો શ્વાસ થોડીક સેકંડ માટે અટકી ગયો. પોલિયો રસી પીવડાવતી વખતે પણ તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું.

SMA રોગ શું છે?

સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રૉફી (Spinal muscular atrophy SMA) રોગ હોય તો શરીરમાં પ્રોટીન ઉત્પન્ન કરનારા જનીનો હોતા નથી. તેનાથી સ્નાયુઓ અને ચેતા સમાપ્ત થાય છે. મગજની માંસપેશીઓની પ્રવૃત્તિ પણ ઓછી થવા લાગે છે. મગજમાંથી તમામ સ્નાયુઓ કાર્યરત હોવાથી, શ્વાસ લેવામાં અને ખોરાક ચાવવામાં પણ મુશ્કેલી આવે છે. ઘણા પ્રકારનાં એસએમએ છે, પરંતુ પ્રકાર 1 એ સૌથી ગંભીર છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top