Madhya Gujarat

પોલીસ મારથી યુવાનનું મૃત્યુ થયું હોવાનો ગઢવી સમાજનો આક્ષેપ

       લુણાવાડા: મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસે મો પોલીસ અત્યાચારને કારણે પહેલા અર્જન ગઢવી નામના યુવાનના મૃત્યુથી સમગ્ર ચારણ સમાજમાં રોષ ફેલાતા રાજ્યભરમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર વિરોધ સાથે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં કચ્છ મુદ્રાના ગઢવી સમાજના ટેકામાં આજરોજ મહીસાગર અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા ના પ્રમુખ પ્રહલાદ સિંહ ચારણ.

અખિલ ભારતીય ચારણ ગઢવી મહા સભાના ઉપાધ્યક્ષ લાલાભાઇ ગઢવી તેમજ સમાજના શિક્ષિત આગેવાન વિમલભાઈ ગઢવી તેમજ સમાજના યુવાનોએ લુણાવાડા ખાતે ભેગા થઈ મહીસાગર કલેકટર ને આવેદનપત્ર આપી ભાગેડુ આરોપીઓને તાત્કાલિક પકડી ગઢવી સમાજને ન્યાય આપવા રજૂઆત કરેલ છે તેમજ પોલીસના અત્યાચારનો ભોગ બનેલ આ મૃતક ગઢવી  પરિવારોને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તે સહિતની મહીસાગર ગઢવી સમાજ ઉગ્ર માંગ કરી છે

કચ્છના મુદ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથ ના મામલે બીજા યુવકનું પણ સારવાર દરમિયાન મોત થઈ ગયું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન  હરજુગ ગઢવીનું સારવાર દરમિયાન મોત થતાં સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મુન્દ્રા તાલુકામાં સમાગોગા સ્થિત ઘરફોડ ચોરી મુદ્દે શંકાના આધારે ત્રણ ગઢવી યુવકોને ઉઠાવી લોક અપમાં ઢોર માર મારતા અર્જન ગઢવી નામના યુવકનું કસ્ટડીમાં મોત થયું હતું અને પોલીસના મારના કારણે અન્ય બે ઘાયલ થયા હતા આ ગયે યુવકો અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તેમાં હજુ ગઢવી અમદાવાદ સિવિલમાં પંદર દિવસની સારવાર ચાલી રહી હતી ત્યારે સારવાર દરમિયાન હરજુગ ગઢવીએ  દમ તોડયો હતો પોલીસના ઢોર મારના કારણે બે યુવાનોના મોતની ઘટનાને પગલે સમાજમાં ભારે રોષ જોવા મળે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top