National

ઓલિમ્પિક્સમાં મેડલ મેળવ્યા બાદ ઘરવાપસી: મીરાબાઈ ચાનુનું દિલ્હી એરપોર્ટ પર શાનદાર સ્વાગત

નવી દિલ્હી: (Delhi) ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympics) રજત પદક (Silver medal) જીતનાર ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) સોમવારે સ્વદેશ પરત ફરી હતી. દિલ્હી એરપોર્ટ પર તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાનુ સ એરપોર્ટ પહોંચતાની સાથે જ ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન મીરાનું આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ પણ કરાયો હતો. તેના કોચ વિજય શર્મા પણ મીરા સાથે પરત ફર્યા છે. ટોક્યો ઓલિમ્પિક્સ માં ભારતે ખુબજ સારી શરુઆત કરી હતી. પહેલાં જ દિવસે ભારતની થેલીમાં મેડલ આવી ગયું હતું. મીરાબાઈ ચાનુ (49 કિગ્રા) એ 24 જુલાઇએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું છે. ચાનુ આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય રમતવીર બની છે. મણિપુરની આ 26 વર્ષીય વેઇટલિફ્ટરે કુલ 202 કિલો (87 કિગ્રા + 115 કિગ્રા) ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો. મણિપુર સરકાર તરફથી પણ મીરાને રૂપિયા 1 કરોડની ઈનામની રકમ આપશે. આ સાથે તેને સરકારી નોકરી પણ આપશે.

આ અગાઉ મીરાએ ટોક્યો એરપોર્ટથી પરત ફરતી વખતે એક તસવીર પણ સોશિયર મીડિયા પર શેર કરી છે. તેની કેપ્શનમાં લખ્યું- ઘરે જવા નિકળી છું. મારા જીવનની આ ખાસ યાદગાર ક્ષણો માટે થેન્ક્યૂ ટોક્યો. ચાનૂના આ ટ્વિટના 5 કલાકની અંદર લગભગ 63 હજાર લાઈક્સ અને 3500 રી-ટ્વિટ મળ્યા. જણાવી દઈએ કે ચાનુને સિલ્વર મેડલ મળ્યા બાદ રેસ્ટોરન્ટ ચેઈન ડોમિનોઝે મીરાને જીવનભર માટે મફત પિઝા આપવાની ઓફર કરી છે. ડોમિનોઝે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે તમે કહ્યું અને અમે સાંભળ્યું. અમે નથી ઈચ્છતા કે મીરાબાઈ ચાનૂને ફરી વખત પીઝા ખાવા માટે રાહ જોવી પડે. માટે અમે જીવનભર મફત પિઝાની ઓફર કરી છીએ. એટલું જ નહીં મણિપુર સરકાર તરફથી પણ મીરાને રૂપિયા 1 કરોડની ઈનામની રકમ આપશે. આ સાથે તેને સરકારી નોકરી પણ આપશે.

ચાનુ ભારતની બીજી એથ્લેટ છે જેણે વેઇટ લિફ્ટિંગમાં મેડલ જીત્યો
ચાનુ ભારતની બીજી એથ્લેટ છે જેણે વેઇટ લિફ્ટિંગમાં મેડલ જીત્યો છે. અગાઉ, કર્ણમ મલ્લેશ્વરીએ 2000 સિડની ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મીરાબાઈને પાંચ વર્ષ પહેલાં રિયો ઓલિમ્પિક્સમાં પણ મેડલની મજબૂત દાવેદાર માનવામાં આવી હતી, પરંતુ તે 48 કિગ્રા વર્ગમાં એટલું વજન ઉંચકી શકી ન હતી. ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ (2014 માં રજત અને 2018 માં ગોલ્ડ) અને એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીત્યો છે.

Most Popular

To Top