Gujarat

ગુજરાતનો પારો 46ને પાર, અમદાવાદ 47 ડીગ્રીએ શેકાયું

અમદાવાદ: ગુજરાતમાં વધી રહેલા તાપમાનનાં પગલે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. રાજ્યમાં વધી રહેલી ગરમીનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બુધવારે ગરમીએ વધુ એક રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદમાં તાપમાન 46 ડીગ્રીને પાર થઇ ગયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો 13 શહેરમાં તાપમાન આજે 46 ડીગ્રીને પાર થઈ ગયું છે. આકરા ઉનાળા વચ્ચે આવતી કાલે તો તાપમાન હજુ વધવાનું આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પારો 48 ડીગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે.

અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રી પર પહોંચી ગયું હતું. સવારથી શરુ થયેલી ગરમીએ બપોર સુધીમાં તો લોકોને જાણે અગ્ન જ્વાલામાં ધકેલી દીધા હોય તેવું અનુભૂતિ કરાવી હતી. તાપમાનનાં વધારાનાં પગલે રસ્તા પર તો જાણે કરફ્યુ જ લાગી ગયો હોય તેમ સુમસામ દેખાયા હતા. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહે એવી પૂરેપૂરી શક્યતા છે. હજી પણ આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો નવાઈ નહીં.

અન્ય શહેરોનાં પણ હાલ-બેહાલ
અમદાવાદની સાથે સાથે અન્ય શહેરોમાં પણ ગરમીના પગલે હાલ બેહાલ થઇ ગયા છે. અન્ય ૧૩ શહેરોમાં તાપમાનનો પારો 46 ડીગ્રીને પાર થઇ ગયો હતો. જેના પગલે લોકો ગરમી અનર ઉકળાટથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

આ શહેરોમાં તાપમાનનો પારો 46+

પવનની પેટર્ન બદલાતાં ફરી ગરમી
રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.

આવતી કાલે 106 વર્ષનો રેકોર્ડ તૂટશે
અમદાવાદમાં અગાઉ 7મે 1916નાં રોજ ૪૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યાર બાદ છેલ્લે 20 મે 2016નાં રોજ 47.6 ડીગ્રી ગરમી નોંધાઈ હતી. આ રેકોર્ડ છેલ્લા 106 વર્ષથી અકબંધ છે. જો કે આવતી કાલે ગરમીનો પારો 48 ડીગ્રીએ જવાની સંભાવના છે. જો આમ થશે તો ગરમીનો 106 વર્ષનો રેકોર્ડ તૂટશે.

Most Popular

To Top