Gujarat

મહેસાણામાં મંજુરી વિના રેલી કાઢવાનાં કેસમાં જિજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકોને ૩ મહિનાની કેદ

મહેસાણા: મહેસાણા(Mehsana)માં મંજુરી વિના(Without Permission) રેલી(Rally) કાઢવા બદલ ધારાસભ્ય(MLA) જિજ્ઞેશ મેવાણી(Jignesh Mevani) અને NCPનાં નેતા રેશમા પટેલ(Reshma Patel) સહિત 10 આરોપીને કોર્ટે 3 મહિના કેદની સજા(sentence) ફટકારી છે. આ આઝાદીની કૂચની રેલી વર્ષ 2017માં યોજાઈ હતી. જેમાં કુલ લોકો 17 સામે ફરિયાદ દાખલ થઈ હતી

કુલ 17 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
મહેસાણા શહેરમાં વર્ષ 2017માં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકની હદમાં જિજ્ઞેશ મેવાણી, રેશમાં પટેલ સહિત કેટલાક લોકોએ આઝાદીની કૂચની રેલી પરમિશન વિના યોજી હતી. જેના પગલે પોલીસ મથકમાં 17 લોકો સામે દરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ થઈ હતી. કુલ 17 આરોપી પૈકી 12 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થઈ હતી તેમજ 5ના વિરુદ્ધ પેન્ડિંગ રાખવામાં આવી હતી. 12 આરોપી માંથી કનૈયા કુમારની ચાર્જશીટમાં હાજર રહ્યા ન હતા. જેથી તેમની ટ્રાયલ માટે અલગ કેસ કર્યો હતો. 12 આરોપીમાંથી એક આરોપી ગુજરી ગયા બાદ હાલમાં 10 આરોપીને સજા ફટકારવામાં આવી છે.

બીજેપીના રાજમાં ન્યાય માંગવો પણ ગુનો: રેશ્મા
આ મામલે NCP નેતા રેશમા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ, પરંતું બીજેપીના રાજમાં ‌જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહિ શકે. અમે જનતાને ન્યાય માટે હંમેશાં લડતા રહીશું.

અગાઉ આસામ પોલીસે કરી હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જીગ્નેશ મેવાણીની PM મોદી પર ટિપ્પણી કરવા બદલ આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી હતી. જેમાં તેઓને કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ બાદ તુરંત જ અન્ય એક કેસમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. તેઓને કોરકાઝારથી બારપેટા લઈ જવાયા હતા. આ દરમિયાન તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવતર્ણૂંક અને ગાળો આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જે કેસમાં પણ મેવાણીને જામીન આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top