Gujarat

પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહેસાણા લોકસભા સીટ પરથી દાવેદારી પાછી ખેંચી

ગાંધીનગરઃ મહેસાણા (Mehsana) બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે (Nitin Patel) મોટું એલાન કર્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former Deputy Chief Minister) અને ભાજપના નેતા (BJP leader) નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે. તેમણે પાર્ટી હાઈકમાન્ડ (HighCommand) સમક્ષ પોતાની રુચિ વ્યક્ત કરી હતી. પરંતુ શનિવારે પાર્ટીએ રાજ્યની 15 સીટો માટે નામ જાહેર કર્યા બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

નીતિન પટેલે કહ્યું કે, ‘મેં કેટલાક કારણોસર મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યની 15 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલા હું ભાજપના ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી પાછી ખેંચુ છું. અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વ સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માંનું છું.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી છે. આમ હવે લોકસભા ચૂંટણી 2024માં પણ નીતિન પટેલે દાવેદારી પાછી ખેંચતા રાજકીય વિશ્લેષકો હવે નવા સમીકરણો માંડવા લાગ્યા છે. નીતિનભાઈ ચૂંટણી નહીં લડે તો ભાજપ મહેસાણાથી કોને મેદાનમાં ઉતારશે તેને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ રાજકોટ અને પોરબંદર સીટના ઉમેદવાર જાહેર કર્યા બાદ રૂપાણીના ચૂંટણી લડવાની વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ભાજપે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.

કઈ બેઠકના કયા સાંસદની ટિકીટ કપાઈ, નવા કોણ ઉમેદવાર

પોરબંદર- (હાલના સાંસદ) રમેશ ધડુક, (નવા ઉમેદવાર) મનસુખ માંડવીયા
રાજકોટ- (હાલના સાંસદ) મોહન કુંડારિયા, (નવા ઉમેદવાર) પુરૂષોત્તમ રૂપાલા
અમદાવાદ (પ.)- (હાલના સાંસદ) કિરીટ સોલંકી, (નવા ઉમેદવાર) દિનેશ મકવાણા
બનાસકાંઠા- (હાલના સાંસદ) પરબત પટેલ, (નવા ઉમેદવાર) ડો. રેખાબેન ચૌધરી
પંચમહાલ- (હાલના સાંસદ) રતનસિંહ રાઠોડ, (નવા ઉમેદવાર) રાજપાલસિંહ જાદવ

Most Popular

To Top