જીવનમાં ઔષધ સમાન ગુણ છે ‘નમ્રતા’

નમ્રતા પ્રાણવાન અને ધ્યેય નિષ્ઠ હોય છે. એટલે તેમાં શુષ્કતા કે કાયરતા નથી હોતી. શકિત પોતે જયારે નમ્ર બને છે ત્યારે જ સર્જન શકય બને છે અને જીવનમાં સાચી પ્રગતિ થાય છે. એટલે નમ્રતા લાધવતા નથી કે ઘેટાંના જેવી પણ નથી. નમ્રતા તો સદ્‌ગુણને જન્માવી નવસર્જન કરનારી શકિત છે. નમ્રતા જ્ઞાન મેળવવામાં નવસર્જનમાં સહાયરૂપ બને છે. જ્ઞાનની શરૂઆત જ હું કશું નથી જાણતો એવી વિનમ્રતાથી અને નિરાભિમાનતાથી જ થાય છે. નમ્રતા ઉમદા ગુણ છે. નમ્ર વ્યકિત સૌથી ઉંચો હોય નમ્રતા માણસની મહાનતા માપવાની પારાશીશી છે, ‘જે ગરીબથીએ વધુ ગરીબ છે ને સાથે સાથે જેના અંતરમાં સિંહના જેવી શકિત ભરેલી છે તે સાચા અર્થમાં નમ્ર છે.

દરેક વ્યકિતએ નમ્રતાને પોતાનો પાયો બનાવવો જોિએ. દાની, જ્ઞાની, ત્યાગી અને વૈરાગીએ સૌની પાછળ નમ્રતા રહેલી છે. નમ્રતા ઔષધ સમાન હોય છે જે દુગુણને દૂર કરી સદ્‌ગુણ જન્માવે છે. પાષાણ હૃદયનો ક્રૂર માનવી પણ નમ્રતાથી પિગળે છે ને સન્માર્ગે ચાલતો થાય છે. નમ્રતા જીવનરીતિ બને છે. ત્યારે વ્યવહાર સુંદર છે સુગંધમય હોય છે. જેણે પ્રગતિના સોપાનો સર કરવા હોય તેણે લોકો પ્રત્યે નમ્ર બનવું જ રહ્યું. લોકોના સાથ સહકાર વડે જ શીખરે પહોંચાય છે ને તેનો અર્થ પણ છે. સાચી નમ્રતા પોતાના કાર્યને રસપૂર્વક અને નિ:સ્વાર્થભાવે કદરની આશા રાખ્યા વગર સતત કરતા રહેવું અને આનંદિત રહેવું તેમાં છે. સાચે જ નમ્રતાએ મહાન અને ઉમદા ગુણ છે જે મનુષ્યને મનુષ્યતત્વ પ્રાપ્ત કરાવે છે. જે વિનમ્ર છે તે સૌને પ્રિય છે અને નમ્રતા દરેકે કેળવવી ખૂબ જરૂરી છે.
અમરોલી – આરતી જે. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts