Charchapatra

વિદેશમાં મેડિકલ શિક્ષણ સસ્તુ આપણે ત્યાં મોંઘુ

ભારત કરતા વિદેશોમાં મેડિકલ શિક્ષણ ઘણું સસ્તુ છે એ બાબત યુક્રેન-રૂસ યુદ્ધમાં ઉજાગર થયું. દર વર્ષે ભારતમાં 10 થી 15 લાખ દેશમાં વાલીઓને ખંખેરવા પડે છે જ્યારે પરદેશોમાં 3થી 4 લાખમાં શિક્ષણ મળે છે (કેટલો ફેર!) આ મોટા ફેરફારને લઈને હજારો છાત્રો વિદેશગમન કરે તે સ્વાભાવિક છે. સાથે સાથે બોગસ યુનિવર્સિટીઓમાં પ્રવેશનું કૌભાંડ ટ્રાવેલિંગ એજન્ટો કરે છે અને બોગસ ડીગ્રીવાળું ભણતર વર્ષોથી  ચાલતું રહેશે. આ બાબત હવે કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ. વાલીઓએ પણ આ બાબત જાગત થવું પડશે. ભ્રષ્ટાચારી ટ્રાવેલીંગ એજન્ટોને પકડીને જેલ હવાલે કરવા પડશે અને વાલીઓએ સરકારને મદદ કરવી જોઈએ. કારણકે આ મુદ્દે વાલીઓ જવાબદાર કહેવાય. યુદ્ધ સમયે આ સમસ્યા અને સલામતીના પ્રશ્નો પણ હલ થશે.
અમદાવાદ         – અરુણ વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top