Gujarat

જામનગરમાંથી 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, એકની ધરપકડ

જામનગર: ગુજરાત(Gujarat)માં ડ્રગ્સ પડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હવે જામનગરમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. એનસીબી(NCB) અને નેવી(Navy)એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. નેવી ઈન્ટેલીજન્સે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ(Drugs) સાથે એકની ધરપકડ(Arrest) કરી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની પૂછપરછ કરતા મોટા ખુલાસા થયા છે.

  • જામનગરમાં એનસીબી અને નેવીનું ઓપરેશન
  • રૂ. 10 કરોડના ડ્રગ્સ સાથે એકની ધરપકડ
  • ડ્રગ્સના નેટવર્કમાં બહાર આવ્યું મુંબઈ કનેક્શન
  • ગુજરાત બહારપણ હાથ ધરાઈ તપાસ

જામનગરમાં નેવી ઈન્ટેલીજન્સને બાતમી મળી હતી જેના આધારે સેક્શન રોડ પર તેઓએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી એક શંકાસ્પદ વ્યક્તિ પસાર થતા તેની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 10 કિલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 6 કરોડ રૂપિયા ગણાવવામાં આવી રહી છે. જેથી સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. આરોપી આ MD ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આ ડ્રગ્સ નેટવર્કમાં મુંબઈ કનેક્શન બહાર આવ્યું છે.  આરોપીની પૂછપરછમાં વધુ ત્રણ શખ્સોના નામ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હવે મુંબઈમાં પણ તપાસ હાથ ધરાઈ છે.

અગાઉ સુરતમાંથી ઝડપાયું હતું ડ્રગ્સ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતમાંથી બુધવારે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પૂણા અને સારોલી પોલીસ દ્વારા મુંબઇથી આવી રહેલી બસના ચેકિંગ (Bus Checking) દરમિયાન કાળા રંગની શંકાસ્પદ બેગ (Beg) મળી આવી હતી. શરૂઆતમાં આ યુવકે આ સફેદ પાવડરને ફટકડી ગણાવી હતી. જોકે, બાદમાં એફએસએલ રિપોર્ટમાં તે MD ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ યુવક પાસેથી 1 કિલો 670 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. જેની કિંમત 1 કરોડ 60 લાખ 70 હજાર થાય છે. ઝડપાયેલા પકડાયેલા ડ્રગ્સ માફીયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરતઅલી સૈયદ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને હાલ અફઝલ ઉર્ફે ગુરુનો પરિવાર મુંબઈ ખાતે રહે છે. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઇથી એમડી લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો. 

Most Popular

To Top