Business

5Gમાં મુકેશ અંબાણીની લાંબી છલાંગ, રિલાયન્સે અમેરિકન કંપની સાથે ડીલ પૂરી કરી

નવી દિલ્હીઃ (New Delhi) રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ 5G ટેક્નોલોજીમાં (5G Technology) મોટી પહેલ કરી છે. રિલાયન્સ (Reliance) જિયોએ તાજેતરમાં 5G સેવાઓ (5G Service) શરૂ કરી છે. હવે કંપનીએ 5G હાર્ડવેરમાં એક મોટી પહેલ કરી છે. રિલાયન્સ (Reliance) ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RSBVL અને અમેરિકન ફર્મ સનમિના કોર્પોરેશને આશરે રૂ. 3,300 કરોડનો સોદો પૂર્ણ કર્યો છે. આ અંતર્ગત દેશમાં 4G અને 5G હાર્ડવેર બનાવવામાં આવશે. આ સાથે દેશમાંથી આ ઉપકરણોની નિકાસ પણ કરવામાં આવશે. મંગળવારે બંને કંપનીઓ (Company) દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સંયુક્ત સાહસ બનાવવાનો સોદો પૂર્ણ કર્યો છે. આ મુજબ, રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (RSBVL) આ સાહસમાં 50.1 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે સનમિના પાસે 49.9 ટકા હિસ્સો રહેશે.

  • મુકેશ અંબાણીએ 5G ટેક્નોલોજીમાં મોટી પહેલ કરી
  • જિયોએ તાજેતરમાં 5G સેવાઓ શરૂ કરી છે. હવે કંપનીએ 5G હાર્ડવેરમાં એક મોટી પહેલ કરી
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RSBVL અને અમેરિકન ફર્મ સનમિના કોર્પોરેશને આશરે રૂ. 3,300 કરોડનો સોદો પૂર્ણ કર્યો
  • રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ આ સાહસમાં 50.1 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે સનમિના પાસે 49.9 ટકા હિસ્સો રહેશે

RSBVL 1,670 કરોડનું રોકાણ કરીને સનમિનાના હાલના ભારતીય એકમમાં આ હિસ્સો હસ્તગત કરશે. આ રોકાણ પછી સનમિનાની ભારતીય શાખા $200 મિલિયનથી વધુ મૂડી રોકાણ સાથે સંયુક્ત સાહસ બનશે. નાણાકીય વર્ષ 2021-22માં RSBVLની આવક રૂ. 1,478 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 179.8 કરોડ હતો. માર્ચ 2022ના અંતે તેનું કુલ રોકાણ રૂ. 10,857.7 કરોડ હતું.

5G સેવા શરૂ
બંને કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસમાં દૈનિક કામગીરીનું સંચાલન ચેન્નાઈ સ્થિત મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સાહસ ભારતમાં વિશ્વ કક્ષાનું ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ સ્થાપશે. આ સાહસ ઉચ્ચ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેર અને કોમ્યુનિકેશન નેટવર્કિંગ, મેડિકલ અને હેલ્થ સિસ્ટમ્સ અને ડિફેન્સ અને એરોનોટિક્સ પર વિશેષ ભાર મૂકશે. દેશમાં 5જી ઔપચારિક રીતે 1 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ સેવા 13 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. રિલાયન્સ જિયો ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક ખૂણે 5G સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે.

Most Popular

To Top