Gujarat

એમબીબીએસનો અભ્યાક્રમ ગુજરાતીમાં તૈયાર થશે

ગાંધીનગર: રાજય સરકારે કેબિનેટમાં કરેલી ચર્ચા મુજબ, MBBSનો સમગ્ર અભ્યાસક્રમ હવે ગુજરાતીમાં (Gujarati) તૈયાર થઈ રહ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ (Student) હવે ગુજરાતીમાં સમગ્ર વિષય વસ્તુ સમજી શકે તે હેતુથી રાજય સરકાર આ કાર્યવાહી કી રહી છે. MBBS હવે ગુજરાતી તથા અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે.

પ્રવકત્તામંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના વિવિધ ટેકનિકલ, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતું. વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘ગુજરાત NEP સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

રાજ્યની ૪૫ જેટલી યુનિવર્સિટીએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ‘Digi Locker’ પર રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરવામાં આવી છે. યુનિવર્સિટીઓએ Multiple Entry-Exitને સમર્થન આપવા માટે તેમના અભ્યાસક્રમમાં વિવિધ વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવ્યા છે જેની ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ગુણાંકમાં સમાવેશ કરવામાં આવનાર છે.

Most Popular

To Top