Gujarat

વિદેશ જનાર વિદ્યાર્થીઓને સમયસર લોન મળતી નથી – કુમાર કાનાણીએ દાદાને પત્ર લખ્યો

ગાંધીનગર: વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને સમયસર ગુજરાત બિન અનામન શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા લોન મળતી નથી તે મામલે સુરનતા ભાજપના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. બીજીતરફ રાજય સરકારના કેબીનેટ પ્રવકત્તા ઋષિકેશ પટેલને પુછતાં તેમણે કહયું હતું કે સમયસર વિદ્યાર્થીઓને લોન મળે તે દિશામાં મુખ્યમંત્રી સાથે બેઠક યોજીને સરકાર આ દિશામાં જરૂરથી પગલા ભરશે . જો કે તેમણે ઉમેર્યુ હતું કે સરકાર દર વર્ષે બજેટમાં વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે અલગથી રકમ ફાળવી રહી છે, જો કે જરૂર પડયે સરળીકરણ હાથ ધરીને આ લોનની રકમ ઝડપથી વિદ્યાર્થીઓને મળે તેવી પ્રક્રિયા હાથ ધરાશે.

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ વિદેશ અભ્યાસ માટે લોન મંજૂર કરવા રજૂઆત કરી છે. તેઓ પત્રમાં વિદ્યાર્થીઓને લોન સમયસર ન મળતી હોવાની ફરિયાદ કરી છે. સાથે જ કહ્યું કે વીઝા મળ્યા બાદ પણ વિદ્યાર્થીઓને લોન નથી મળતી. તેથી ગુજરાત સરકારે વિદેશ અભ્યાસ માટે જવા લોનની પદ્ધતિ સરળ બનાવવા માટે રજૂઆત કરી છે. જો કે લોન નહીં ચૂકવાતી હોવાના કારણોસર વિદ્યાર્થીઓના એડમીશન રદ થઈ જતાં હોવાની રજુઆત પણ તેમણે કરી હતી.

કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે , “ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામન શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે, આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય છે અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી, અને વિદેશ ગયા પછી 6-6 મહિના સુધી લોન મળતી નથી. લાંબા સમય સુધી લોન ન મળવાને કારણે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવિ જોખમમાં મુકાય છે. તો આવી અરજી થયેલ વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર થાય તે બાબતે મારી આપને વિનંતી છે. “

Most Popular

To Top