Charchapatra

સુરતની મેરેથોન દોડમાં સ્પોર્ટસ માટે સો કરોડની જાહેરાત

ગુજરાત રાજય સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટીના શુભ હેતુસર આયોજિત નાઇટ મેરેથોન 2022 ને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગોવર્ધન હવેલી પીપલોદથી ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું ને અનુક્રમે પાંચ, દસ અને એકવીસ કિ.મી. અંતરની મેરેથોન દોડમાં અમાસની અંધારી રાત્રે અનેરા ઉત્સાહ, ઉમંગ સાથે જાણીતાં ગાયિકા કિંજલ દવેના મધુર અવાજને માણતાં સુરતી લાલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો તે પ્રસંગે વિકાસ, સ્માર્ટ સીટી, પ્રોજેકટ અને સ્વચ્છતામાં દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવતી ડાયમંડ, સિલ્ક સીટી સુરતને જણાવી આગામી દિવસોમાં સ્પોર્ટસને લગતા ઇન્ફ્રાસ્ટ્રકચર, સુવિધા, સઘન તાલીમ માટે રૂા. સો કરોડની ગ્રાંટ ફાળવવાની જાહેરાત મંત્રી મહોદયે કરી તે આવકારદાયી છે.

જે થકી ગરવી ગુજરાતનાં યુવક-યુવતીઓ વિશ્વ સ્તરે યોજાતા રમતોત્સવ, ખેલ મહાકુંભોમાં ગોલ્ડ, સિલ્વર મેડલો મેળવી લાવશે. હવે પછી શાળા, હાઇસ્કૂલોની પરાવનગી આપતાં પહેલાં પોતાનાં મેદાનો હોવાનું પ્રમાણપત્ર એના સંચાલકો, ટ્રસ્ટીઓ પાસે મેળવવું જોઇએ. ભૂતકાળમાં મેદાનો, પ્રયોગશાળા ને બીજી સુવિધાઓ વગર જ આડેધડ પરવાનગી આપવામાં આવી હતી. એ ધ્યાને લઇ શિક્ષણાધિકારી, રમતગમત અધિકારીનું પ્રમાણપત્ર અચૂક ચકાસવું જોઇએ. જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસમાં સરકાર પણ સહભાગી થઇ શકે. બાહુબળ જોરદાર હશે તો સુખ,શાંતિ, આનંદ, આરોગ્ય મળે જ મળે.
સુરત     – તૃપ્તિ અશોક પટેલ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top