National

મણિપુર પીડિતાના પતિનું દુ:ખ છલકાયું, કહ્યું કારગિલ યુદ્ધમાં દેશને બચાવ્યું પરંતુ પોતાની પત્નીને…

મણિપુર : તાજેતરમાં મણિપુરમાં (Manipur) થઈ રહેલી હિંસા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું હતું કે કેટલાક લોકો બે મહિલાઓને નગ્ન અવસ્થામાં લઈ જઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં હોબાળો મચી ગયો હતો. જે પછી પોલીસ અને સરકાર એક્શનમાં આવી ગયી હતી. જાણવા મળ્યું હતું કે આ ઘટના મે મહિનામાં બની હતી, પરંતુ તે ઘટનાનો વીડિયો જુલાઈના મહિનામાં વાયરલ થયો હતો. જો કે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે.

મણિપુરમાં બનલી આ ઘટનામાં પીડિતાના પતિએ (Husband of the victim) અગ્રહણી ચેનલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધું પોલીસની સામે થયું હતું. અમે પોલીસને બચાવવા માટે આજીજી કરી હતી, પરંતુ અમારી મદદ કરી નહીં. પીડિતાના પતિએ વધુમાં કહ્યું કે તેણે સેનામાં રહીને દેશની સેવા કરી છે. કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપી છે, દેશની રક્ષા કરતા પરિવારના અનેક સભ્યો શહીદ થયા હતા.

પીડિતાના પતિએ વધુમાં જણાવ્યું હતું કે 3 મેની રાત્રે જ ચુરાચંદપુરમાં હિંસા શરૂ થઈ હતી. મારા ગામમાં આવું થશે એવું કોઈએ વિચાર્યું પણ ન હતું. તોફાનીઓએ અમારા ઘરો સળગાવી દીધા હતા. તેમણે વધુમાં જણાવ્યુ કે આ ઘટના અંગે અમે 3જી મેની રાત્રે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી પણ તેમણે અમારી મદદ કરી નહીં. પોલીસ તે તોફાનીઓ સાથે ઊભી રહી ગઈ હતી. Peace સમિતિ બનાવવાના નામે લોકો અમારા ઘરે આવ્યા અને તોફાનીઓએ પડોશના ગામનું ચર્ચ સળગાવી દીધું હતું.

તેમણે જણાવ્યું હતું કે આવેલા હુમલાખોરોએ પ્રાણીઓને મારવા લાગ્યા હતા. અમે અમારો જીવ બચાવીને નજીકના જંગલમાં છુપાઈ ગયા હતા. જ્યારે તેઓ મારા ગામને બાળવા આવ્યા, ત્યારે પ્રાણીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. પ્રાણીઓના કારણે અમે પણ પકડાઈ ગયા અને હુમલાખોરો અમને અલગથી લઈ ગયા હતા. પીડિતાના પતિએ જણાવ્યું કે જ્યારે ભીડ આવી ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. ટોળાએ અમને પોલીસની ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. ટોળાએ બે યુવતીઓને નગ્ન કરી નાખી હતી. એક છોકરીના પિતા અને ભાઈ આવ્યા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. મારી પત્નીને પણ ટોળાએ માર માર્યો હતો.

Most Popular

To Top