Trending

બે બહેનોએ ફ્યુનરલ હોમ્સ પર $60 મિલિયનનો દાવો માંડ્યો!

નવી દિલ્હી: યુએસમાં (US) બે બહેનોએ ફ્યુનરલ હોમ્સ (Funeral Homes) પર $60 મિલિયનનો દાવો માંડ્યો છે. વાસ્તવમાં અંતિમ સંસ્કાર ગૃહોએ છોકરીઓના સ્વર્ગસ્થ પિતાની (Father) જગ્યાએ અજાણી વ્યક્તિને દફનાવી દીધી છે. સ્ટેસી હોલ્ઝમેન અને મેઘન જેનરે આરોપ લગાવ્યો છે કે ફ્લેચર ફ્યુનરલ એન્ડ ક્રેમેશન સર્વિસ અને સ્ટાર ઓફ ડેવિડએ તેમના સ્વર્ગસ્થ પિતાના અંતિમ સંસ્કાર સાથે ગડબડ કરી અને એક અજાણી વ્યક્તિના મૃતદેહને (Deadbody) દફનાવ્યો હતો. ન્યુયોર્કની કોર્ટમાં આ મામલે મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. મુકદ્દમા મુજબ ફ્લેચર ફ્યુનરલ એન્ડ ક્રિમેશન સર્વિસે ભૂલથી અજાણી વ્યક્તિના મૃતદેહને છોકરીઓના પિતા ક્લિફોર્ડ જેનર માટે સમજી લીધો અને લાશને દફનાવી દીધી હતી.

મૃત પિતાને બદલે બીજાની લાશને દફનાવી
બે બહેનોએ ફ્લેચર ફ્યુનરલ્સ પર આરોપ લગાવ્યો કે તેમના પિતાને શબઘરમાં છોડી દેવામાં આવ્યા હતા અને તેમને યહૂદી પરંપરાઓ અનુસાર દફનાવવામાં આવ્યા ન હતા. વધારામાં તેમણે કહ્યું અમારી સાથે અન્યાય થયો છે. બંને બહેનોએ આરોપ લગાવતા કહ્યું આવી ઘટનાઓ આપણાં જીવનમાં વારંવાર ઘટતી નથી. આપણે જીવનમાં એકવાર જ આપણા પોતાનાને ગુમાવીએ છીએ. અને આપણાં ધર્મ અનુસાર તેમનાં અંતિમ સંસ્કાર કરીએ છીએ. તેમણે કહ્યું અમારા કહેવા છતાં અમારી વાતને ધ્યાનમાં ન રાખી ફ્યુનરલ્સે કોઈ બીજાના મૃતદેહને દફનાવ્યો હતો.

દરમિયાન સ્ટાર ઓફ ડેવિડએ જણાવ્યું હતું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર વખતે બંને બહેનો પાસેથી આ વાતની પુષ્ટિ કરાવવામાં આવી હતી કે જેનો શબ છે તે તેમના પિતા છે. જ્યારે આ અંગે બંને બહેનોનું કહેવું છે કે તેનાં પિતાને દફન કરતા પહેલા તેઓએ તેમના પિતાને જોયા અને તેમને શક જતાં તેઓએ ફલેચર ફ્યુનરલને આ અંગેની જાણ કરી પણ તેઓએ બહેનોનાં આ શકને નજર અંદાજ કર્યો હતો.

Most Popular

To Top