Vadodara

રામદેવનગર શાક માર્કેટ પાસે ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ નહીં થતાં વ્યાપારીઓમાં રોષ

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા તંત્રએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્માર્ટ રેન્ક મેળવવા માટે કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે વિસ્તારના વ્યાપારીઓ અને રહીશો હેરાન પરેશાન થઈ ઊઠ્યા છે.સ્થાનિક કોર્પોરેટર વોર્ડ કચેરીમાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભારત સ્વચ્છતા મિશન હેઠળ વડોદરામાં પણ સ્વચ્છતા અભિયાનને લઈને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા અગ્રેસર બન્યાં છે. વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં 4 ના અમુક કર્મચારીઓ ખાતા પૂરતું સારો દેખાવ કરે છે.

સરદાર એસ્ટેટ પાછળનો ભાગ, રામદેવ નગર શાક માર્કેટ પાસે ઉભરાતી ગટરોને કારણે માથું ફાડી નાખે એવી દુર્ગંધ મારી રહી છે. વિસ્તારના લોકો તેમજ અહીંથી પસાર થતાં વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.આ અંગે સ્થાનિક વ્યાપારી રહીશો મિત ટી સેન્ટર સ્ટોલ ધરાવતા રોહિત ભાવેશભાઈ જેઠાભાઈ કહ્યું હતું કે અમે અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં હજું સુધી નિકાલ થયો નહીં.તંત્રની બેદરકારી જોવા મળે છે.અત્રે નોંધનીય બાબત છે કે વડોદરા શહેરને ફ્રી ગાર્બેજ સીટી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ અઢીસો કચરા કેન્દ્ર પણ નાબૂદ કરી દીધા છે.તો બીજી તરફ તંત્રના પાપે જ ઉભરાતી ગટરોના કારણે દૂષિત પાણી માર્ગ ઉપર ફરી મળતા ગંદકીની ભરમાર જોવા મળી રહી છે.જેના કારણે નગરજનો તંત્રના પાપે હાલાકીનો ભોગ બનવા મજબૂર બન્યા છે.

Most Popular

To Top