National

કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઇત્રાની સદસ્યતા રદ્દ, લોકસભામાં ચર્ચા બાદ એથિક્સ કમિટીનો નિર્ણય

નવી દિલ્હી: TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ પર ચર્ચા બાદ વોઈસ વોટ દ્વારા મતદાન થયું. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. આ પછી રિપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. પોતાના રિપોર્ટમાં એથિક્સ કમિટીએ મહુઆ સામેના આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ સંસદ સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોએ મહુઆ મોઇત્રાને બોલવાની તક આપવાની માંગ કરી હતી. જો કે, બીજેપી સાંસદે આ માંગનો વિરોધ કર્યો અને સ્પીકર આ માંગ સાથે સહમત ન થયા.

શુક્રવારે સંસદના શિયાળુ સત્રનો પાંચમો દિવસ છે. એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામેના કેશ ફોર ક્વેરી આરોપો પર લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટમાં મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટમાં મહુઆ સામેના આરોપોને ગંભીર ગણાવીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રિપોર્ટની રજૂઆત બાદ વિપક્ષી સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામાને જોતા લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

લોકસભાની એથિક્સ કમિટી આજે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લાંચ લેવા અંગે પ્રશ્નો પૂછવાના મામલામાં ગૃહમાં રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટની રજૂઆત બાદ મહુઆ સામે હકાલપટ્ટીની દરખાસ્ત લાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગૃહની બહાર મોઇત્રાએ પત્રકારોને કહ્યું કે મા દુર્ગા આવી ગઈ છે, હવે તમે મહાભારતનું યુદ્ધ જોશો.

મહુઆના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. બીજેપી બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે, દ્રૌપદીનો હતો, શૂર્પણખાનો નહીં. આ કેસમાં મહાભારત નહીં હોય. મહાભારતના કૃષ્ણ અને અર્જુન અહીં છે, પીએમ મોદી અને અમિત શાહ… મહાભારત ધર્મની રક્ષા માટે થયું છે. મહુઆને અન્યાય થયો છે. મહાભારતમાં પણ અધર્મનો પરાજય થયો અને ન્યાયનો વિજય થયો. આ વખતે પણ ધર્મની જીત થશે.

Most Popular

To Top