Latest News

More Posts

બરોડા ડેરી સામે આવેલા એક કોમ્પ્લેક્સની બહાર માર્ગ પર પાણીની લાઈન લીકેજ થઈ :

હજારો લીટર પાણીનો થયો વેડફાટ :

( પ્રતિનિધિ )વડોદરા, તા.19

વડોદરા શહેરમાં એક તરફ પાલિકા નું તંત્ર નગરજનોને પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થયું છે. તેવામાં પાણીનો બગાડ થઈ રહ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે મકરપુરા બરોડા ડેરીની સામે માર્ગ ઉપર પાણીની લાઈનમાં લીકેજ થતા આશરે ચાર માળ સુધીના પાણીનો ફુવારો પડ્યો હતો. કોઈ કામગીરી અંતર્ગત ખાડો ખોદવામાં આવ્યો છે. આ દરમિયાન પાણીની લાઈન લીકેજ થઈ હતી જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.

વડોદરા મહાનગરપાલિકા ની વધુ એક બેદરકારી છતી થઈ છે. શહેરના મકરપુરા રોડ ઉપર પાણીની લાઈનમાં લીકેજ થતા ફુવારા ઉડ્યા હતા. ઉલ્લેખનીય છે કે , પાલિકા દ્વારા લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવે છે. પરંતુ પરિસ્થિતિ જેસે તેની જ ઉદ્ભવતી હોય છે. રોડ રસ્તા નવી પાણીની લાઈનો નાખવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવતા હોય છે. પરંતુ, આ કામગીરી શરૂ થતી વખતે આ કામોનું જરૂરી ઇન્સ્પેક્શન નહીં થતું હોવાના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામોમાં ગેરરીતિ કરી કામ પૂર્ણ કરી દેવાતા અંતે કમરતોડ વેરો ભરતા શહેરીજનોને જ હાલાકી વેઠવાની ફરજ પડતી હોય છે.

વડોદરા શહેરના મકરપુરા બરોડા ડેરી ની સામે આવેલા એક કોમ્પ્લેક્સ ની બહાર માર્ગ ઉપર ગત મોડી રાત્રે પસાર થતી પાણીની લાઈન લીકેજ થતા ફુલપ્રેશરથી પાણીનો ચાર માળ સુધીનો ફુવારો પડ્યો હતો આ ઘટના બનતા પસાર થતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓ આશ્ચર્યચકિત થયા હતા. એક તરફ લોકોને અપૂરતા પ્રેશરથી અને દૂષિત પાણી મળી રહ્યું છે. તેવામાં આવી પાણીની લાઈનોમાં ભંગાણ વાલ્વ લીકેજની ઘટનાઓને કારણે હજારો લાખો લિટર પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી જઈ રહ્યું છે.

To Top