Latest News

More Posts

વલસાડ : સમગ્ર રાજ્યમાં સ્કૂલો શરૂ થઇ ગઇ છે. ત્યારે ગતવર્ષની સૂચનાને ભૂલી સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓને ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને જ સ્કૂલે આવવાનો હુકમ કરતો મેસેજ કર્યો હતો. જિલ્લા ભરની સ્કૂલોમાંથી આવતા આ મેસેજના કારણે શિક્ષણાધિકારીએ એક નિવેદન આપી સ્કૂલોમાં કોઇ પણ કલર અને પ્રકારનું સ્વેટર પહેરી શકાશે, એવું નિવેદન આપ્યું હતુ. આ અગાઉ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ હુકમ બહાર પડી જ ગયો હતો.

  • શાળામાં કોઇપણ કલરનું કોઇપણ પ્રકારનું સ્વેટર પહેરી શકાશે : વલસાડ ડીઇઓ
  • શાળા સંચાલકો દ્વારા ચોક્કસ કલરના સ્વેટરના મેસેજ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને સૂચન કર્યું

દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલો દ્વારા બાળકોને ચોક્કસ કલરનું સ્વેટર પહેરવાનો આગ્રહ કરાઈ રહ્યો છે. જેના માટે વાલીઓ વધુ પૈસા ખર્ચી નવું સ્વેટર લેવા બજારમાં દોટ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. વધુ કે ઓછી ઠંડીમાં બાળકોને અનુકુળ આવે એ પ્રકારનું સ્વેટર પહેરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કોઈપણ કલરનું સ્વેટર પહેરવાની છૂટ આપવાનો આદેશ કરાયો, પરંતુ જિલ્લા કક્ષાએ આવો કોઈ આદેશ ન હોય સ્કૂલ સંચાલકો ચોક્કસ કલરનું સ્વેટર પહેરવાનો જ મેસેજ છોડી રહ્યા હતા. જેના કારણે વાલીઓ ફરીથી મૂંઝવણમાં મુકાયા હતા.

ત્યારે સોમવારે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી રાજશ્રીબેન ટંડેલે સોશિલ મીડિયા પર કોઇપણ પ્રકારનું સ્વેટર પહેરી શાળાએ જઇ શકાશે, એવું નિવેદન આપ્યું છે. જેને લઇ વાલીઓને પણ રાહત થઇ છે, તેમજ પોતાના બાળકો માટે ચોક્કસ પ્રકારનું લાલ, ભુરું જેવું ચોક્કસ સ્વેટર ખરીદવું પડશે નહી. તેઓ બાળકોને અનુરૂપ સ્વેટર કે જેકેટ પહેરાવી શકશે. આ કાયદો કાયમ માટે જ કાઢી નાખવામાં આવે એ જરૂરી બન્યું છે. જેના માટે શાળાઓને પણ કડક સૂચનાઓ અપાય એ જરૂરી બન્યું છે.

To Top