Latest News

More Posts

વીજ મીટરોમાં શોર્ટ સર્કિટથી ઈલેક્ટ્રીક પેનલમાં આગ,આઠમા માળ સુધી પ્રસરી :
પાણીગેટ,ગાજરાવાડી અને ઈઆરસી ફાયર સ્ટેશનના જવાનોએ પરિસ્થિતિ સંભાળી લીધી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.29

વડોદરા શહેરમાં ગરમીના પ્રમાણમાં વધારો થતા આગ લાગવાના બનાવવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે, વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર એલ એન્ડ ટી કંપની સામે આવેલા વીઆરવન એપાર્ટમેન્ટના વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઈલેક્ટ્રીક પેનલમાં આગ ટોપ ફ્લોરથી લઈને આઠમા માળ સુધી પ્રસરી હતી. જ્યારે એપાર્ટમેન્ટની નીચે પાર્કિંગ કરેલા આશરે 18 જેટલા મોપેડ બાઈક સહિતના વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. એક તબક્કે આગની આ ઘટનામાં રહીશોના જીવ પડીકે બંધાયા હતા.

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર એલ એન્ડ ટી કંપનીની સામે વીઆરવન એપાર્ટમેન્ટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટનાથી રહીશોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો. એપાર્ટમેન્ટના વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જો જોતામાં આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કરતા એપાર્ટમેન્ટની આખી ઈલેક્ટ્રીક પેનલ સળગી હતી અને આગ આઠમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. તાત્કાલિક એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો નીચે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગના કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પાણીગેટ, ગાજરાવાડી અને ઇઆરસી ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના થડે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે

આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે 18 જેટલા વાહનો આગની લપેટમાં બળીને ખાક થઈ ગયા હતા. સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, સવારે આશરે સવા ચાર વાગે ફાયર કંટ્રોલ રૂમમાંથી અમને કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશન અને ઇ.આર.સી ફાયર સ્ટેશનનો સ્ટાફ અને ગાજરાવાડી સહિત ત્રણ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ ખૂબ જ પ્રચંડ હતી. વીજ મીટર બોક્સમાંથી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આઠ માળની બિલ્ડીંગ છે, એના ઇલેક્ટ્રીક વીજ પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડી આઠમા માળ સુધી આગ ફેલાઈ હતી. એમાં એપાર્ટમેન્ટની નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી. આશરે 17 થી 18 ગાડીઓ સળગી ગઈ હતી. બીજું કોઈ જાનહાની થઈ નથી.

To Top