નવી દિલ્હીઃ અનામતને (Reserves) લઈને ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ...
નવી દિલ્હી: રક્ષા મંત્રી (Minister of Defence) અને બીજેપી નેતા રાજનાથ સિંહ (Rajnath Singh) આજે 29 એપ્રિલના રોજ લખનૌ લોકસભા સીટ પરથી...
નવી દિલ્હી: છત્તીસગઢના (Chhattisgarh) બેમેટારા જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road accident) થયો હતો. જેમાં એક પીકઅપ વાન (Pickup Van) અને મિની...
પુરુષોત્તમ રૂપાલા નો પાદરામાં ભારે વિરોધ… છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા નો ચૂંટણી પ્રચારમાં કરાયો વિરોધ… જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધા…...
વર્ષોથી બ્રિટન ખાતે રહેતા પુરુષ છેલ્લા કેટલા સમયથી વડોદરા ખાતે રહેવા માટે આવ્યા હતા. બે દિવસ પૂર્વે રાત્રી દરમિયાન કામ અર્થે એકટીવા...
વડોદરા બે દિવસ પૂર્વે સાકરદા ખાતે થયેલા અકસ્માતમાં 48 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.મૂળ અડાસ ખાતે રહેતા એક જ પરિવારના...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવેલા કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે (Rajnaath Singh) કહ્યું હતું કે દેશમા બે ફેઝનું મતદાન થઇ ગયુ છે....
ભરૂચ: (Bharuch) ભરૂચમાં મનુબર ચાર રસ્તા પર ઓર્ચિટ શોપિંગમાં (Shopping) આવેલી રેહમત ટ્રેડર્સમાં તિરૂપતિ બ્રાંડના નામે વેચાતા ડુપ્લીકેટ તેલના (Oil) ૨૫ ડબ્બા...
વાપી: (Vapi) વાપી હાઈવે પર પૂરઝડપે દોડી રહેલી જીપની અડફેટે બે મોપેડ આવી જતા જોરદાર ટક્કર મારી હતી. જેમાં બંને મોપેડ પર...
યુપીના (UP) ઉન્નાવ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે 20 લોકો...
વડોદરા ના કમાટીબાગ ઝૂ માં વાંદરાના હાથમાં મોબાઇલ આવ્યો હોવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા માં ભારે વાયરલ થવા પામ્યો છે. જેને લઇને...
મુખ્ય બજારમાં ભરબપોરે આગ લાગતા અફડા તફડી મચી નડિયાદ ફાયર વિભાગના બે વોટર બ્રાઉઝરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી નડિયાદ. નડિયાદ...
સુપ્રિમ કોર્ટ (Supreme Court) સોમવારે પશ્ચિમ બંગાળ સરકારની કોલકત્તા હાઈકોર્ટ સામેની અરજી પર સુનાવણી કરશે, જેમાં સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધો અને જમીન...
લોકસભા ચૂંટણી (Election) પહેલા ચૂંટણી પંચે (Election Commission) આમ આદમી પાર્ટીના (AAP) ચૂંટણી પ્રચાર ગીત પર પ્રતિબંધ મૂકીને તેને ઝટકો આપ્યો છે....
ગુજરાતના (Gujarat) દરિયામાંથી વધુ એકવાર મોટી માત્રામાં નશીલો પદાર્થ ઝડપાયો છે. પોરબંદરના (Porbandar) દરિયામાંથી 90 કિલો ડ્રગ્સ (Drugs) ઝડપાયું છે. એટીએસ અને...
દેશભરમાં વધતી જતી ગરમી અને હિટવેવના (Hit Wave) કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. તાપમાન (Temperature) 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી...
ગુજરાતમાં પુરસોત્તમ રૂપાલાનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદનથી રાજકારણ (Politics) ગરમાયું...
બેલાગવીઃ (Belgavi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે કર્ણાટકના બેલગાવીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર સીધો પ્રહાર...
નવી દિલ્હી: (New Delhi) લોકસભા ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસને (Congress) મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ...
એરપોર્ટમાંથી કેબલની ચોરી કરતા પકડી હરણી પોલીસને સોંપાયો હતો ગભરામણ થતી હોવાનું કહેતા પોલીસ કર્મીઓ તેને સારવાર માટે લઇ ગયા હતા (પ્રતિનિધિ)...
(પ્રતિનિધિ ) વડોદરા તા.28 લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીના ભવ્ય રોડમાં ભાજપના વોર્ડ નંબર 13 પ્રમુખનું પાકીટ કોઇ ખીસ્સા કાતરું...
ગોધરાથી પશુઓ ભરીને સુરત ખાતે લઇ જતો ટેમ્પો ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપાયો, ચાલકની ધરપકડ, પશુઓ મોકલનાર તથા મંગાવનાર વોન્ટેડ (પ્રતિનિધિ) વડોદરા તા.28...
*જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે શહેરના વિવિધ ૧૫ જેટલા મતદાન મથકોની લીધી મુલાકાત* આગામી લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ...
આ 8ને ઇજા, 3 ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા ડભોઇ વડોદરા રાજ્યધોરી માર્ગ ઉપર થુવાવી પાસે રાજલિ ક્રોસિંગ નજીક વેગન આર...
નવી આખોલ ગામમાં તસ્કરના પરાક્રમથી પોલીસે ગુનો નોંધ્યો (પ્રતિનિધિ) ખંભાત તા.27 ખંભાતના નવી આખોલ ગામમાં બેંકના તારણમાં રહેલા મકાનને સીલ મારી દેવામાં...
મહીસાગર જિલ્લાના બાકોર પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર એક જ કુટુંબના 5 પરિવારના મકાનના તાળા તોડી અંદર ઘુસી સામાન વેર વિખેરી કરી નાંખ્યો...
બારડોલી: (Bardoli) બારડોલીથી રાજપરા લુંભા ગામનાં માતા-પુત્ર મોપેડ સાથે નહેરમાં (Canal) ખાબકતાં મોત થયાં હતાં. સાંજે પતિની દુકાનેથી ઘરે જતી વખતે રાજપરા...
રાજકોટથી ઇન્દોર જતી ખાનગી લકઝરી બસમાંથી ઝાબુઆ પોલીસે ચાંદીના દાગીના કબ્જે કર્યા દાહોદ તા.27 લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ગુજરાત મધ્યપ્રદેશ ઇન્ટીગ્રેટેડ સયુંકત પોસ્ટ...
સુરત: (Surat) સુરતના અડાજણ એલપી સવાણી રોડ ખાતે શનિવારે કલ્યાણ જ્વેલર્સના (Kalyan Jewellers) શોરૂમના ઉદ્દઘાટન માટે આવેલા અભિનેતા રણબીર કપૂરના (Ranbir Kapoor)...
ભારતીય જનતા પાર્ટીએ (BJP) આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી છે. ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી (Mumbai North Central) પૂનમ...
દરિયામાં વ્યવસ્થિત રીતે વિસર્જન કરવા માંગ ઉઠી :
આવતા જતા લોકોને મૂર્તિ દેખાઈ રહી છે અને તેમની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે : કાઉન્સિલર
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા કુત્રિમ તળાવમાં ભાવિ ભક્તો દ્વારા દશા માતાજી અને ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે તેને આજે ઘણા મહિનાઓ વીતી ગયા છતાં પણ કુત્રિમ તળાવમાંથી પ્રતિમાઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના શાસકો માત્ર ફોટો પડાવવામાં જ રસ દાખવતા હોય તેવું છાસવારે સપાટી પર આવવા પામ્યું છે. અગાઉ પણ ઘણી વખત સ્વચ્છતા અભિયાન કરી જાડું પકડી માત્ર ફોટો પડાયો હતો. જો કે ખરેખર તો સાફ-સફાઈ થતી નથી. હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો સાથે લોકોની આસ્થા અને શ્રદ્ધા અતૂટ હોય છે આવી જ આસ્થા અને શ્રદ્ધા સાથેે દશા માતાજીના વ્રતની ઉજવણી અને ગણેશ ઉત્સવ ભક્તો મનાવતા હોય છે અને પ્રતિમાઓનું વિસર્જન કરતા હોય છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા શહેરના કુદરતી તળાવમાં પ્રતિમા કોના વિસર્જન પર પ્રતિબંધ લાદી ભાવિ ભક્તો માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જોકે તેની માવજત કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીકળ્યું છે. આ વર્ષે દશા માતાજીના વ્રતની ઉજવણી કર્યા બાદ ભક્તો દ્વારા માતાજીની પ્રતિમાઓનું કુત્રિમ તળાવમાં વિસર્જન કર્યું, તેવી જ રીતે ગણેશજીની પ્રતિમાઓનું પણ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે આ કુત્રિમ તળાવની સાફ-સફાઈ કરવી જોઈએ તે પ્રકારે થઈ નથી. જેના કારણે આજે પણ નવલખી કુત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓ જે છે, તે હાલતમાં જોવા મળી છે. જેના કારણે વિસ્તારના કાઉન્સિલરે કોર્પોરેશનના તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સુરસાગર, સિધ્ધનાથ તળાવ સહિતના શહેરમાં આવેલા કુદરતી તળાવમાં અગાઉ જે રીતે ભક્તો વિસર્જન કરતા હતા એ બંધ થઈ ગયા પછી વડોદરા શહેરમાં ગણેશજીનો મોટામાં મોટો તહેવાર હોય દશા માતાજીનો તહેવાર હોય એ તમામનું વિસર્જન કરવા માટે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. એ કુત્રિમ તળાવની અંદર ગણેશજીનું વિસર્જન થયા પછી અઢી મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છતાં પણ વિસર્જન થયા પછી જે કુત્રિમ તળાવ નવલખી હોય કે પછી અન્ય બીજા જે તળાવ છે. આ પ્રતિમાઓને વિસર્જન કર્યા પછી આ મૂર્તિઓ એવી જ હાલતમાં પડી રહી છે. જેને જોતા દુઃખ થઈ રહ્યું છે. આ જવાબદારી કોર્પોરેશનની છે. વિસર્જન બાદ 10-15 દિવસ પછી ડમ્પર લાવીને આ તમામ પ્રતિમાઓ એકત્ર કરીને દરિયામાં એને વિસર્જન કરવાની હોય પણ આ વર્ષે કોઈ કોર્પોરેશનના કોઈપણ અધિકારીઓ દ્વારા એવું કામ નથી કર્યું. જેથી કરીને આજે આ નવલખી કુત્રિમ તળાવમાં પ્રતિમાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એટલે આ કેટલી ગંભીર બાબત કહેવાય. આપણે ભગવાનના નામ પર ચૂંટણી જીતી જતા હોય પછી ભગવાન માટે આવું કામ ન કરો એ દુઃખની બાબત છે. અમારું એટલું જ કહેવું છે કે, વિસર્જન થયા પછી જે અઢી અઢી ત્રણ ત્રણ મહિનાથી આ પ્રતિમાઓ નો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. એ પ્રતિમાઓને દરિયામાં જઈને સારી રીતે વિસર્જન કરવું જોઈએ. અહીં આવતા જતા લોકોને આમ મૂર્તિ દેખાઈ રહી છે અને તેમની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે.