ગુજરાત સ્થાપનાનો દિવસ (Gujarat founder day) ભરૂચવાસી(people of bharuch)ઓ માટે કાળો દિવસ (black day) બનીને સામે આવ્યો છે. ક્યારેય ન ભૂલાય તેવી...
ભારતીય શેરબજાર(Indian stock market)માં મે સીરિઝની શરૂઆતના શુક્રવારે એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે ભારે કડાકો બોલાતા બ્લેક ફ્રાઇડે (black Friday) બની ગયો...
કોરોના ( corona) ના બીજી વખતના આક્રમણ સામે લડવા માટે ભારત દેશ સંપૂર્ણરીતે સજ્જ નથી તે વધતા જતા મોતના આંકડાઓ, હોસ્પિટલમાં બેડ...
bharuch : ગુજરાતના ભરૂચમાં એક કોવિડ 19 ( covid 19) હોસ્પિટલમાં ( hospital) આગ લાગી હતી . આ ઘટનામાં 16 લોકોનાં મોત...
અમદાવાદ: કોરોનાની ( corona ) મહામારીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેકશન ( remdesivie injection) ના મોટા પ્રમાણમાં કાળા...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 14,605 પર પહોંચી ગઈ છે. શુક્રવારે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 23 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ...
સુરત: સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતભરના કોરોનાના પેશન્ટના રૂંધાઇ રહેલા શ્વાસ હવે જરૂરિયાત મુજબનો ઓક્સિજન મળતો થયો છે. સુરત જિલ્લા પ્રશાસનના...
સુરત: ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને આજે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યુ હતું. તેમાં માંગ કરવામાં આવી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અત્યાર સુધી ઉતારચઢાવવાળુ અભિયાન ધરાવતી મુંબઇ ઇન્ડિયન્સ આવતીકાલે શનિવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) સામે મેદાને પડશે,...
ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે છતાં બીસીસીઆઇને એવો વિશ્વાસ છે કે ઓક્ટોબરમાં યોજાનારો ટી-20 વર્લ્ડકપ ભારતમાં જ રમાડી શકાશે, જો...
ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે. આજે 75000 ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ...
કોવિડ-૧૯ના બીજા મોજાને રાષ્ટ્રીય કટોકટી તરીકે ઓળખાવતા સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારથી લઇને પોલીસ વડાઓ સુધીના સત્તાવાળાઓને લોકોને ચૂપ કરી દેવા સામે...
ઇઝરાયેલની સૌથી ખરાબ કચડાકચડીની કરૂણાંતિકાઓમાંની એક એવી ઘટનામાં ગઇ રાત્રે ૪પ લોકોનાં મોત થયા હતા તથા અન્ય ૧પ૦ને ઇજા થઇ હતી જ્યારે...
ચીની પ્રમુખ ઝિ જિનપિંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને રોગચાળા સામે લડવા માટે ભારત સાથે સહકાર વધુ મજબૂત બનાવવાની...
સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર (CENTRAL GOVT) દ્વારા 1લી મે થી 18 થી વધુની વયના લોકોને કોરોના વેક્સિન (CORONA VACCINE) આપવાની શરૂઆત (STARTING)...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ( statu of unity) સુધી પ્રવાસીઓને આવવામાં અગવડ ન પડે એ માટે સરકારે ફોર લેન રસ્તા તો બનાવી દીધા...
શુક્રવારે સુપ્રીમ કોર્ટ ( supreme court) માં દેશમાં કોરોના ( corona) સંકટ અંગે સુનાવણી શરૂ થઈ છે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ડી વાય...
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ (INTER NATION PUBLICITY) પ્રાપ્ત કરી ચૂકેલા અને રાષ્ટ્રીય સ્તરે 50 થી વધુ મેડલ (MORE THAN 50 NATIONAL MEDAL) જીતનાર બાગપતનાં...
surat : શહેરમાં કોરોનાના ( corona) દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનને ( remdesivir) લઇ માથાકૂટ હજી યથાવત રહેવા પામી છે. કલેકટર દ્વારા આજે...
surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં મધ્યરાત્રીએ રેસિડેન્ટ તબીબના પરિવારજનને જ સારવાર માટે ના પાડી દેવામાં આવી હતી. રેસિડેન્ટ તબીબના...
ભારતમાં કોરોનાના વધતા જતા વિનાશ (INCREASING CORONA CASE IN INDIA) વચ્ચે સહાયકોનો હાથ પણ વધવા માંડ્યો છે. વિદેશી ક્રિકેટરો(FOREIGN CRICKETER)ની પહેલ બાદ ભારતીય...
surat : શહેરમાં કોરોનાના ( corona) વધતા કેસને જોતાં આઈએમએ દ્વારા એસએમએસનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. એએમએસ એટલે સોશિયલ...
surat : ગુજરાત સરકારે મિનિ લોકડાઉન ( mini lock down) જાહેર કરતાં કાપડ માર્કેટને પણ 5 મે સુધી બંધ રાખવા માટે તંત્ર...
પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું (Rohit Sardana) કોરોનાથી અવસાન થયું છે. લાંબા સમયથી ઝી ન્યુઝમાં એન્કર રહેલા રોહિત સરદાના આજ તક ન્યૂઝ ચેનલમાં...
ખેરગામ : નવસારી જિલ્લામાં કોરોનાનું ( corona) સંક્રમણ વધી રહ્યું છે અને હવે ગામડાંમાં ઘરે-ઘરે કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા...
નવી દિલ્હી : દેશના પૂર્વ એટર્ની જનરલ (Former Attorney General ) સોલી સોરાબજી(Soli Sorabjee)નું નિધન થયું છે. તે 91 વર્ષ(dies at the age of...
સામાન્ય વર્ગના કોરોનાના ( corona) દર્દીઓ માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ( civil hospital) જ એક માત્ર આશાની જ્યોત છે, પરંતુ ત્યાંની સ્થિતિ...
અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અહીં પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની ટીમ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ આવતીકાલે શુક્રવારે જ્યારે મેદાન પર...
અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અહીં રમાયેલી એક મેચમાં દિલ્હી કેપિટલ્સ(DELHI CAPITALS)ના બોલરોના અંકુશિત પ્રદર્શનને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) મુકેલા...
ગાંધીનગર : કચ્છથી ડાંગ સુધી કોરોના મહામારી વચ્ચે કામ કરી શકાય તે માટે આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી ( vijay rupani) એ...
મેન્ડેટ મોડું જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય દિનુ મામા મેદાનમાં: ‘હું લડવાનું નહીં છોડું’, સંકલન ન થતાં 3 બેઠકો પર ખરાખરીનો ખેલ
વડોદરા: વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ 15 બેઠકોમાંથી શુક્રવારે બાકી રહેલી 3 બેઠકો માટે ભાજપ વિરુદ્ધ ભાજપના હાઈ-વોલ્ટેજ જંગ વચ્ચે મતદાન યોજાયું હતું. અગાઉ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, પરંતુ કરજણ, પાદરા અને વાઘોડિયાની ત્રણ બેઠકો પર સહકારી રાજકારણનું કોકડું ગૂંચવાતા ચૂંટણી યોજવી પડી હતી. આ મતદાન પ્રક્રિયા વડોદરા શહેરના જ્યુબેલી બાગ ખાતે તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં હાથ ધરાઈ હતી.

જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. જોકે, વિવાદનું મુખ્ય કારણ એ બન્યું કે ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ દ્વારા મેન્ડેટ સહિત ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નહોતી.
આ સમયગાળા દરમિયાન, મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. આખરે, ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે તેના ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું.
ફોર્મ પરત ખેંચવાની તારીખે પરિસ્થિતિ વધુ ગંભીર બની. પાદરા અને કરજણ બેઠક પર ભાજપના મેન્ડેટથી વંચિત રહેલા પક્ષના જ સહકારી અગ્રણીઓએ પોતાના ફોર્મ પરત ન ખેંચતા, આ બંને બેઠકો પર ‘ભાજપ વિરુદ્ધ ભાજપ’નો સીધો જંગ સર્જાયો છે.
જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલની સામે કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીએ ઉમેદવારી કરતા આ બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. દરેક તાલુકામાં 30થી 35 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. હવે આ ત્રણ બેઠકોના પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર ટકેલી છે.
પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)નો વિરોધ…

ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ મેન્ડેટના વિવાદ પર પોતાનો સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો અને લડત ચાલુ રાખવાની વાત કરી હતી: તેમણે કહ્યું કે ”હું તો કાયમ મારો ઉમેદવાર ઊભો રાખું છું. હું લડવાનું નહીં છોડુ. ચંદ્રેશ પટેલ મારો ઉમેદવાર છે. બીજો ઉમેદવાર પણ મારા બાજુના ગામનો જ છે પણ મેન્ડેટની સામે મારો વિરોધ છે.”
પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયાએ સંકલનના અભાવ પર નારાજગી વ્યક્ત કરી

ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ સંઘની ચૂંટણી પ્રક્રિયામાં સંકલનના અભાવને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ અંગે સવાલ ઉઠાવ્યો હતો:
”15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. માત્ર 3 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. મતદારો કઈ તરફનો ઝોક રાખે છે, તે આવતીકાલે જ ખબર પડશે. દરેક જગ્યાએ ભાજપની સામે ભાજપના ઉમેદવારો છે. ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ બનતી હોય છે કે, આપણે સંકલન સમિતિની મિટિંગ બોલાવીએ. જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ હોય, 12 બેઠક બિનહરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય?”
”સંકલન સમિતિની બેઠક બોલાવી હતી તો 3 બેઠક પણ બિનહરીફ થઈ જાત. સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દે અને ફોર્મ ભરી દીધા હોય તો બધાને પોતપોતાનો ઈગો હોય છે, તો ફોર્મ પાછા ના ખેંચે.”
જિલ્લા ભાજપ પ્રમુખ ફરી વાર નિષ્ફળ
વડોદરા જિલ્લામાં મોટા ભાગના સહકારી આગેવાનો ભાજપમાં પણ સક્રિય છે. સહકારી ક્ષેત્રે જે કોઈ ચૂંટણીઓ થઈ રહી છે, તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને કશી ગતાગમ પડતી નથી. આ પહેલા પાદરા એપીએમસીની ચૂંટણીમાં પણ પ્રજાપતિની અપરિપક્વતા ખુલ્લી પડી ગઇ હતી અને હવે ખરીદ વેચાણ સંઘમાં પણ તેમણે પક્ષની આબરૂ બગાડી છે. આગામી સમયમાં બરોડા ડેરી સહિતની ચૂંટણીઓ થશે તેમાં પક્ષે કોઈ નિર્ણય લઈ વરિષ્ઠ આગેવાનોને સાથે રાખવા પડશે કેમકે પ્રજાપતિને સહકારી ક્ષેત્રે કોઈ અનુભવ નથી અને કોઈ તેમની વાત ગણકારતા પણ નથી.