Gujarat Main

1 મેંના રોજ ગુજરાત સ્થાપના દિવસ યુવા વેક્સિનેશન દિવસ તરીકે ઉજવાશે

સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર (CENTRAL GOVT) દ્વારા 1લી મે થી 18 થી વધુની વયના લોકોને કોરોના વેક્સિન (CORONA VACCINE) આપવાની શરૂઆત (STARTING) માટે જાહેરાત કરાય હતી. જોકે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં 1લી મેથી રસીકરણ(VACCINATION)નું આ અભિયાન શરૂ થશે કે કેમ એને લઇને અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં હતાં, ત્યારે આજે આ મામલે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે ગુજરાત સ્થાપનાદિન (GUJARAT FOUNDATION DAY) એટલે કે 1 મે યુવા વેક્સિનેશન દિવસ તરીકે ઉજવાશે..

ગુજરાત(GUJARAT)માં કોરોના સંક્રમણ ઘટાડવા હવે રાજ્યના વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લા(10 DISTRICT)માં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર (STATE GOVT) વિનામૂલ્યે વેક્સિન (FREE OF COST VACCINE) આપશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી(CM RUPANI)એ આ જાહેરાત (ANNOUNCEMENT) કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે. જેમાં ખાસ ગુજરાતના 18 વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ સાથે યુદ્ધના ધોરણે વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને નોંધનીય અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. અને ગુજરાત સરકાર સતત આ કંપનીઓના સંપર્કમાં છે. ત્યારે આજે સાંજ સુધીમાં 3 લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી 10 જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.

એક જ મહિનામાં ગુજરાતના યુવાને 11 લાખ ડોઝ મળશે

ગુજરાતમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં ગુજરાતના સ્થાપના દિવસે સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. અને સમગ્ર મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ પુરા પાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. હજો કે રાજ્ય સરકાર હજુ વધુ લોકોને વેક્સિનના ડોઝ મળે તે હેતુ સાથે પ્રયત્નશીલ છે. જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે. SMSમાં સમગ્ર વિગત હશે જેમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. માટે જ વેક્સિનેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

ગુજરાતની વાત કરીએ અત્યાર સુધીમાં કુલ 97,78,790 વ્યક્તિને પ્રથમ ડોઝનું, જ્યારે 22,67,033 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ સાથે કુલ 1,20,54,863 રસીકરણના ડોઝ (TOTAL DOSE) આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર (MAHARASHTRA) 1.55 કરોડ ડોઝ સાથે મોખરે, રાજસ્થાન 1.28 ડોઝ સાથે બીજા, ઉત્તરપ્રદેશ (UP) 1.21 ડોઝ સાથે ત્રીજા તથા ગુજરાત 1.20 ડોઝ સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 1.06 કરોડ ડોઝ સાથે પાંચમા સ્થાને છે. ભારત બાયોટેકે પોતાની કોવેક્સિન (CO VACCINE) નામની રસી અગાઉ રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ ડોઝ આપવાની જાહેરાત કરી હતી પરંતુ કંપનીની નવી જાહેરાત મુજબ, હવે તમામ રાજ્યને એ 400 રૂપિયે જ મળશે અને ગુજરાત 4.62 લાખ ડોઝ સાથે આ લિસ્ટમાં 10મા ક્રમે છે.

Most Popular

To Top