મે સીરિઝનો પ્રથમ દિવસ બ્લેક ફ્રાઈડે બન્યો : બેન્ક શેરોમાં ભારે વેચવાલીની પાછળ સેન્સેક્સ નિફટીમાં કડાકો

ભારતીય શેરબજાર(Indian stock market)માં મે સીરિઝની શરૂઆતના શુક્રવારે એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે ભારે કડાકો બોલાતા બ્લેક ફ્રાઇડે (black Friday) બની ગયો છે. જોકે, આજે કોરાનાના વધી રહેલા કેસોના આંકડાથી રોકાણકારો(investors)માં ડરનો માહોલ દેખાયો હતો અને સપ્તાહનો અંતિમ દિવસ હોવાથી ઇન્ડેક્સ બેઝ્ડ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

બીજી તરફ, સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરની ઉંમરના માટે વેકસીનેશનની જાહેરાત કરી છે, પરંતુ વેકસીનના ડોઝની અછતના લીધે વેકસીનેશન (vaccination) કામગીરી 15 દિવસ માટે ખોંરભાય તેવી સંભાવના દેખાઇ રહી છે. બીજી તરફ, સોમવારે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના પરિણામ જાહેર થનારા હોવાથી હાલમાં એકસીઝ પોલમાં ભાજપ(bjp)ને સ્પષ્ટ બહુમતિ દેખાતી નહોવાથી રોકાણકારો નવા જોખમ લેવા તૈયાર નથી અન તેના લીધે વેચવાલીનું દબાણ રહ્યું હતું. જ્યારે ગઇકાલે એપ્રિલ સીરિઝનો છેલ્લો દિવસ હોવાથી શોર્ટ કવરીંગના લીધે ઉછાળો જોવાયો હતો.

ક્રુડ ઓઇલના ભાવમાં ત્રીજા કવાર્ટર સુધીમાં 80 ડોલરે ભાવ પહોંચી જવાના આશાવાદની પાછળ ઓઇલ એકસપ્લોરેશન શેરોમાં માગ જોવા મળી હતી. ગોલ્ડમેનના અનુમાન અનુસાર આગામી દિવસોમાં વેકસીનેશનની કામગીરીમાં ઝડપ થવાના પગલે ક્રુડ ઓઇલમાં ફરીથી માગ વધવાની સંભાવના છે. જેની અસર ઓઇલ કંપનીઓ ઉપર જોવા મળશે. નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારના કહેવા અનુસાર દેશમાં ઇકોનોમી રિવાઇવલ માટે અડધી આબાદીને વેકસીન લગાવવી જરૂરી છે. જો આવનારા કેટલાક મહિનામાં આટલી લોકોને વેકસીન મળી શકશે તો દેશની ઇકોનોમીનો ગ્રોથ 10-11 ટકા વધશે. આ ગ્રોથ રહેશે તો દેશની વ્યક્તિદીઠ આવક 2050માં 16000 ડોલરની રહેશે. આજે ઇન્ડેક્સ બેઝડ શેરોમાં એચડીએફસી 4.18 ટકા, એચડીએફસી બેન્ક 3.97 ટકા, કોટક બેન્ક 3.53 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 3.39 ટકા અને એશિયન હોટલ્સ 3.34 ટકા ઘટયા હતા.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 983.58 પોઇન્ટ એટલે કે 1.98 ટકા તૂટીને 49000ની નીચે સરકીને 48782.36 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં 49569.42 પોઇન્ટ સુધી ઉછળ્યા હતા, જ્યારે 48698.08 પોઇન્ટ સુધી ઘટયો હતો. નિફ્ટી 263.80 પોઇન્ટ એટલે કે 1.77 ટકા ઘટીને 14700 પોઇન્ટની સપાટી તોડીને 14631.10 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 14855.45 પોઇન્ટ સુધી ઉછળી હતી, જ્યારે નીચામાં 14601.70 પોઇન્ટ સુધી તૂટી હતી. એચડીએફસી ટવીન્સની આગેવાની હેઠળ બેન્ક શેરોમાં જોરદાર વેચવાલીએ બેન્ક નિફ્ટી 932.70 પોઇન્ટ એટલે કે 2.77 ટકા તૂટીને 33000 પોઇન્ટની સપાટી તોડીને 32781.80 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં બેન્ક નિફ્ટી 33455 પોઇન્ટ સુધી ઉછળી હતી. ઓવરઓલ બજારમાં નફાવસુલી રહેતાં બોર્ડર માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ રહ્યું હતું. જેના લીધે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.65 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.07 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જેના લીધે માર્કેટ બ્રેડથ પણ નેગેટિવ રહ્યું હતુ. બીએસઇ ખાતે 1363 શેરો વધ્યા હતા, જ્યારે 1581 શેરો ઘટયા હતા અને 171 શેરો યથાવત રહ્યા હતા.

બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં રિલાયન્સ ઇન્ફ્રા 14.13 ટકા વધીને રૂ. 42.80, તાતા મેટાલીક 13.82 ટકા વધીને રૂ. 1047, ઉષા માર્ટિન 11.50 ટકા વધીને રૂ. 48, પોલીપ્લેક્સ 10.64 ટકા વધીને રૂ. 960, રેમ્કો ઇન્ડ. 9.44 ટકા વધીને રૂ. 287, કોનેક્સ 8.57 ટકા વધીને રૂ. 1410નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં રાણા સુગર 19.93 ટકા વધીને રૂ. 14.14, વીજી ફાઇ. 19.54 ટકા વધીને રૂ. 1.04, મગધ સુગર 17.49 ટક વધીને રૂ. 168.95, ઉત્તમ સુગર 17.48 ટકા વધીને રૂ. 133.10, કેએમ સુગર 16.70 ટકા વધીને રૂ. 16.42 અને જયભારત મારૂતિ 15.69 ટકા વધીને રૂ. 307.85નો ભાવ બોલાતો હતો.

બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં એયુ બેન્ક 10.72 ટકા તૂટીને રૂ. 1003.45, ઇન્ડિયા માર્ટ 9.82 ટકા ઘટીને રૂ. 7931.15, યુનીકેમ લેબ 6.55 ટકા ઘટીને રૂ. 320.50, સ્વાન એનર્જી 6.35 ટકા ઘટીને રૂ. 130.60, નેશનલ પેરોકસાઇડ 5.29 ટકા ઘટીને રૂ. 2482.10, શ્રીરામ ટ્રાન્સપોર્ટ 5.16 ટકા ઘટે રૂ. 1342.70 અને કવીક હીલ 5.04 ટકા ઘટીને રૂ. 185.70નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં નંદન ડેનીમ 7.69 ટકા ઘટીને રૂ. 30, અપોલો 6.88 ટકા ઘટીને રૂ. 102.85, બાલ ફાર્મા 6.87 ટકા ઘટીને રૂ. 106.45, ભાગ્યનગર પ્રોપર્ટીઝ 6.61 ટકા ઘટીને રૂ. 26.15 અને એશિયન હોટલ્સ 6.55 ટકા ઘટીને રૂ. 67.75નો ભાવ બોલાતો હતો.

બીએસઇ ખાતે શ્રીરામ સીટી યુનિયન 269.25 ગણા એટલે કે 1.73 લાખ શેરોના કામકાજ સાથે 1 ટકા વધીને રૂ. 1460, ક્રોમ્પ્ટ્રોન ગ્રીવ્ઝ 10.06 ગણા એટલે કે 7.4 લાખ શેરોના કામકાજ સાથે 1.44 ટકા ઘટીને રૂ. 375.45, પ્રેસ્ટીજ એસ્ટેટ 6.64 ગણા એટલે કે 2.78 લાખ શેરોના કામકાજ સાથે 0.80 ટકા ઘટીને રૂ. 273.75, ઓએનજીસી 4.63 ગણા એટલે કે 42.9 લાખ શેરોના કામકાજ સાથે 7.59 ટકા ઉછળીને રૂ. 111.95 અને મોતીલાલ ઓશવાલ 4.33 ગણા એટલે કે 38805 શેરોના કામકાજ સાથે 2.86 ટકા વધીને રૂ. 647.50નો ભાવ બોલાતો હતો. એનએસઇ ખાતે ઇઆઇડી પેરી 8.26 ગણા એટલે કે 26.38 લાખ શેરોના કામકાજ સાથે 8.79 ટકા વધીને રૂ. 352, પોલીપ્લેક્સ 8.19 ગણા એટલે કે 4.53 લાખ શેરોના કામકાજ સાથે 11.12 ટકા વધીને રૂ. 964.75, પ્રેસ્ટીજ સીસ્ટમ 8.09 ગણા એટલે કે 8.29 લાખ શેરોના કામકાજ સાથે 5.28 ટકા વધીને રૂ. 2108.20, જેટીઇકેટી 6.44 ગણા એટલે કે 7.14 લાખ શેરોના કામકાજ સાથે 0.73 ટકા વધીને રૂ. 82.70 અને મોઇલ 6.11 ગણા એટલે કે 27.58 લાખ શેરોના કામકાજ સાથે 3.05 ટકા વધીને રૂ. 165.45નો ભાવ બોલાતો હતો.

વૈશ્વિક બજારોમાં યુરોપિયન બજારોમાં સુધારાની ચાલ જોવા મળી હતી, પરંતુ એશિયન બજારોમાં ઇકોનોમી ગ્રોથ તેમજ કંપનીઓના પરિણામ પહેલા સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું અને તેના પગલે એશિયન બજારો નરમ બંધ રહ્યા હતા. ગઇકાલે અમેરિકાના એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ વિક્રમી સપાટીએ બંધ રહ્યા હતા. અમેરિકાની એપલ અને ફેસબુકના જાહેર થયેલા પરિણામો ખૂબ જ સુંદર રહ્યા હતા. એપલનું વેચાણ 54 ટકા વધ્યું છે. જ્યાર તમામ પ્રોડકટસમાં ડબલ ડીજીટમાં ગ્રોથ જોવાયો હતો. કંપનીએ ડિવિડન્ડમાં 7 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો, તેમજ 90 બીલીયન ડોલરના બાયબેકની જાહેરાત કરી છે. જ્યારે ફેસબુકની રેવન્યુમાં 48 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગુરૂવારે જાહેર થયેલા ઇકોનોમી ડેટામાં ઇકોનોમી રીકવરી પ્રોગ્રેસ કરી રહી છે, જ્યારે પ્રથમ કવાર્ટરમાં જીડપી 6.4 ટકાનું રહેવાનો અંદાજ મુક્યો છે.
યુરોપિયન બજારોમાં એફટીએસઇ 0.05 ટકા, કેક 0.16 ટકા ઘટાડા સાથે ચાલી રહી છે. જ્યારે ડેક્સ 0.27 ટકા સુધારા સાથે ચાલી રહી છે. એશિયન બજારોમાં નીક્કી 0.83 ટકા, સ્ટ્રેઇટસ 0.10 ટકા, હેંગસેંગ 1.97 ટકા, તાઇવાન સપાટ, કોસ્પી 0.83 ટકા, જાકાર્તા 0.29 ટકા અન શાંઘાઇ 0.81 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

Related Posts