National

દુ: ખદ: “શૂટર દાદી” ચંદ્રો તોમરનું નિધન, કેટલાક દિવસો પહેલા પોઝિટિવ આવ્યો હતો કોરોના રિપોર્ટ

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ (INTER NATION PUBLICITY) પ્રાપ્ત કરી ચૂકેલા અને રાષ્ટ્રીય સ્તરે 50 થી વધુ મેડલ (MORE THAN 50 NATIONAL MEDAL) જીતનાર બાગપતનાં જૌહરી ગામના રહેવાસી આંતરરાષ્ટ્રીય “શૂટર દાદી” (SHOOTER DADI) ચંદ્રો તોમરનું નિધન થયું છે. થોડા દિવસો પહેલા જ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) આવ્યો હતો. અને ત્યાર બાદથી જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

“શૂટર દાદી” તરીકે જાણીતા ચંદ્રો તોમર (CAHNDRO TOMAR) નું શુક્રવારે દુઃખદ અવસાન થયું હતું. ચંદ્રો તોમર કોરોનાથી પીડિત હતા અને મેરઠની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તાજેતરમાં જ તેમના જીવન પર આધારિત એક ફિલ્મ ‘સાંઢ કી આંખ’ આવી હતી. જે બાદ તેમને પણ તેમના ચાહકોમાં એક ચોક્કસ વધારો જોવા મળ્યો હતો.

શૂટર દાદી ચંદ્રો તોમર તેના પરિવાર (FAMILY) સાથે ઉત્તર પ્રદેશ(UP)ના બાગપતમાં રહેતા હતા. સારવાર દરમિયાન શૂટર દાદીનું આજે બપોરે મેડિકલ કોલેજમાં મોત નીપજ્યું હતું. જેના વિષે તેમના પરિવારના સભ્યોને માહિતી આપવામાં આવી છે. કોવિડ(COVID)ની મેડિકલ હોસ્પિટલના પ્રભારી ડો. ઘીરજ બાલ્યાએ આની પુષ્ટિ કરી છે. અગાઉ તેણીને આણંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં તબિયત વધુ લથડતાં તેમને ગુરુવારે રાત્રે સાત વાગ્યે મેડિકલ કોલેજમાં રિફર કરયા હતા. ત્યારથી જ તે કોવિડ -19 હોસ્પિટલમાં દાખલ હતા.

શૂટર દાદીનો જન્મ 1 જાન્યુઆરી 1932 ના રોજ મૂળ શામલીના મકમુલપુર ગામમાં થયો હતો. તેણીના લગ્ન સોળ વર્ષની ઉંમરે જૌહરીના ખેડૂત બાવરસિંહ સાથે થયા હતા. ચંદ્રો તોમર જ્યારે શૂટિંગ શરૂ કર્યું ત્યારે તેમની ઉંમર 60 વર્ષથી વધુ હતી, પરંતુ તે પછી તેણે ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી લીધી હતી. તેના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. તેમને વિશ્વના સૌથી પ્રૌઢ શૂટર (WORLDS OLDEST SHOOTER) માનવામાં આવે છે. શૂટિંગ વિશે જાણવા માટે આખા કુટુંબની એક રસપ્રદ વાર્તા છે. 

તમને જણાવી દઈએ કે 1998 માં ડો.રાજપાલસિંહ જૌહરીમાં શૂટિંગ રેન્જ શરૂ કરી હતી. તે તેની પૌત્રી શેફાલી તોમરને શૂટિંગ શીખવવા દરરોજ ઘરેથી શૂટિંગ રેન્જ(SHOOTING RANGE)માં જતા હતા. શેફાલી શૂટિંગ શીખતી હતી અને ચાંદ્રો તોમર જોતા હતા. એક દિવસ ચંદ્રો તોમારે એર પિસ્ટલ શેફાલીથી પોતે લઇ લક્ષ્ય ધ્યાનમાં લીધું. અને જેવું લક્ષ્ય સાધ્યું તો પ્રથમ લક્ષ્ય દસ પર હતું . ત્યારે દાદીમાનું શૂટિંગ જોઈ રહેલા બાળકોએ તાળીઓ વગાડી હતી. અને ચંદ્રો તોમરની શૂટિંગ યાત્રા અહીંથી શરૂ થઈ હતી.

Most Popular

To Top