Sports

નવના બદલે પાંચ શહેરોમાં રમાઇ શકે છે ટી-20 વર્લ્ડકપ : બીસીસીઆઇ

ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે છતાં બીસીસીઆઇને એવો વિશ્વાસ છે કે ઓક્ટોબરમાં યોજાનારો ટી-20 વર્લ્ડકપ ભારતમાં જ રમાડી શકાશે, જો કે તેને હવે નવના સ્થાને પાંચ શહેરોમાં યોજી શકાય છે.

આઇસીસીએ જો કે સ્થિતિને ધ્યાને રાખીને વિકલ્પ તરીકે યુએઇનું નામ વિચારી રાખ્યું છે. હાલમાં આઇપીએલ બાયો બબલમાં રમાઇ રહી છે પણ બીસીસીઆઇ સામે મુખ્ય પડકાર ટી-20 વર્લ્ડકપ પ્રતિકુળ પરિસ્થિતિમાં રમાડવાનો છે.

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અમને આશા છે કે હજુ પાંચ મહિનાનો સમય છે અને લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે આ ટી-20 વર્લ્ડકપ ભારતમાં જ રમાડાશે.

તેમાં માત્ર એટલો ફરક પડી શકે છે કે તે નવ શહેરોના સ્થાને ચાર અથવા પાંચ શહેરોમાં રમાડી શકાય છે. આઇસીસીની નિરિક્ષણ ટીમ 26 એપ્રિલે દિલ્હી આવીને આઇપીએલના બાયો બબલનું નિરિક્ષણ કરવાની હતી પણ ટ્રાવેલ બેનના કારણે તેમનો પ્રવાસ સ્થગિત રહ્યો છે.
બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે આઇસીસીની ટીમે આ અઠવાડિયે આવવાનું હતું પણ ટ્રાવેલ બેન લાગુ થવાને કારણે તેઓ હવે પાછળથી આવશે.

Most Popular

To Top