સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
ડિપ્રેશનમાં આવેલ યુવતી હાઇવે પર આત્મહત્યાના વિચાર સાથે ફરતી જોવા મળતાં એક અજાણી વ્યક્તિએ અભયમને જાણ કરી..
અભયમ ટીમે યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ કરી સુરક્ષિત હોસ્ટેલમાં પહોંચાડી..
પ્રેમીની હકીકતની જાણ થતાં ડિપ્રેશનમાં આવેલી વિદેશી વિદ્યાર્થિનીનું અસરકારક કાઉન્સિલગ કરતી અભયમ ટીમ વડોદરા. દરેક માતા પિતા ખૂબ ખર્ચ કરી,દેવું કરીને પોતાના બાળકોના સારા ભવિષ્ય, સારી કારકિર્દી બને તે માટે અભ્યાસ કરવા અન્ય શહેરોમાં રાજ્ય તથા દેશની બહાર મોકલે છે તો આ સમય ભણવાનો હોય છે તેમા મન લગાવી ભણવું જોઈએ. પરંતુ આજે ઇન્ટરનેટ,મોબાઇલ, ટીવી, ફિલ્મોમાં જોઇ આજના બાળકો દિશા ભટકી જતાં હોય છે જેનું પરિણામ ખૂબ ગંભીર આવે છે સાથે સાથે માતાપિતા ની આશાઓ પણ રોળાઇ જતી હોય છે.આવા જ એક કિસ્સામાંગત રોજ એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇન અભયમને કોલ કરીને જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થીની શહેરના બાયપાસ હાઇવે પર એકલા ફરી રહી છે અને તે યુવતી ખૂબ ચિંતિત દેખાય છે જેથી અભયમ રેસ્કયુ ટીમ સયાજીગંજ સ્થળ પર પહોચી હતી અને વિદ્યાર્થિની સાથે વાતચીત કરતા જાણાયું હતું કે,યુવતીને કોઈ યુવક સાથે મિત્રતા હતી સમયાંતરે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી પરંતુ બાદમાં તે યુવક પરણિત નીકળતા તે યુવતીને લાગી આવ્યું હતુ અને ડિપ્રેશનમાં આવી ગઇ હતી ડિપ્રેશન હેઠળ તે યુવતી આત્મહત્યાનો વિચાર કરતી હતી. અભયમ ટીમ દ્વારા તેને સાંત્વના આપી તે રહેતી હતી તે હોસ્ટેલમાં સુરક્ષિત પહોંચાડી હતી.
પ્રાપ્ત હકીકત અનુસાર વડોદરા શહેરની નામાંકીત યુનિવર્સીટીમાં નેપાળ દેશની વિદ્યાર્થિની અભ્યાસ માટે છેલ્લા બે વર્ષ થી આવેલી છે તેને એક યુવક સાથે પરિચય થતાં મિત્રતા થઇ હતી જે આગળ જતા પ્રેમમા પરિણમી હતી પરંતુ થોડા દિવસ પહેલા યુવતીને જાણવા મળ્યું હતું કે, તે યુવક પહેલેથી પરણિત છે અને યુવતીને અંધારામાં રાખી તેની સાથે પ્રેમ કરી રહ્યો હતો જેથી યુવતીની લાગણી ઘવાઇ હતી અનેયુવતી ડિપ્રેશનમાં રહેતી હતી.
અભયમ દ્વારા યુવતીને યોગ્ય સમજ આપવામા આવી હતી કે, એકબીજા સાથે આકર્ષણ થવું યોગ્ય છે મિત્રતા સુઘી બરોબર છે પરંતુ વધું આગળ વધતા પહેલા સાવધાની રાખવી જોઈએ આ કેસમાં સારી વાત એ છે કે, થોડાક જ સમયમાં યુવતીને યુવક વિશે જાણ થઇ હતી કે તે જેની સાથે પ્રેમ કરે છે તે યુવક તો પરણિત છે જેથી હવે સીમિત સબંધ રાખી શકાય બહુ લાગણીમાં આવી જવાની જરુર નથી કાલ્પનિક કરતા વાસ્તવિક દુનિયા અલગ જ હોય છે.
વિદ્યાર્થીનીને સાંત્વના આપી તેને ફરીથી અભ્યાસમાં મન લગાવવાની સલાહ આપી હતી તથા યુવતીની ઈચ્છાથી તેને હોસ્ટેલમાં મૂકવામાં આવી હતી.