દાહોદ: ગરબાડા તાલુકાના ગુલબાર ગામે નીમચ ઘાટી તરફ તા.૨૨ ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર ગામના એક અનાજના વેપારી તથા તેમની સાથે...
ઘણા પ્રસંગોએ જોવા મળ્યું છે કે ફિલ્મોમાં બતાવેલ ગુનાઓ કરવાની પદ્ધતિઓ, ઘણી વખત ગુનેગારોને ખરેખર મદદ કરે છે. લોકો તેમની પાસેથી શીખે...
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના બાગપતમાં (Baghpat, UP) ફક્ત એક પ્લેટ ચાટ માટે ભર બજારે બે દુકાનો વચ્ચે મારામારી થઈ હતી....
કેસ વર્ષ 2019 નો છે. સ્કોટિશ રાજધાની એડિનબર્ગ (Edinburgh)માં રસ્તામાં એક પુરુષ અને સ્ત્રી વચ્ચે ઝઘડો થયો હતો. ખરેખર આ ઝઘડા દરમ્યાન, સ્ત્રી પુરુષને...
નવી દિલ્હી (New Delhi): ભીમા કોરેગાંવ હિંસા કેસમાં (Bhima Koregaon Case) બોમ્બે હાઈકોર્ટે કવિ-કાર્યકર 81 વર્ષીય વર્વરા રાવને (Varavara Rao) 6 મહિનાના...
વડા પ્રધાન મોદીની દાઢી (PM Modi’s beard) સોશિયલ મીડિયા ખુબ જ ચર્ચામાં રહે છે, પરંતુ વડા પ્રધાન મોદીની દાઢી રાજકીય વર્તુળોમાં પણ...
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં (Indore, MP) એક માર્ગ અકસ્માતમાં (car accident) છ મિત્રોનું મોત નીપજ્યું હતું. તેઓ પાર્ટી કર્યા પછી પરત ફરી રહ્યા...
સુરતમાં પરિણામોના ટ્રેન્ડમાં સૌથી મોટો ટ્વીસ્ટ જોવા મળ્યો છે. જેમાં ભાજપ પહેલા તો આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની છે, અને...
નવી દિલ્હી (New Delhi): રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries- RIL) એ તેના બિઝનેસમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. આ મુજબ હવે તેનો ઓ...
વડોદરા, તા.રર 47.84 ટકા મતદાન સાથે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થઈ છે. વડોદરાના ઉમેદવારોનું ભાવી ઈવીએમ માં કેદ છે.મંગળવારે તારીખ 23મી...
SURAT : ચેમ્બર દ્વારા ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’વિષય ઉપર સેમિનારને સંબોંધતા એક્સપર્ટ પ્રિયાંશ શાહે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે થયેલાં મતદાનમાં માત્ર 47.84 ટકા મતદારોએ જ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં...
વડોદરા; વડોદરા શહેર નજીક આવેલા પદમલા હાઈવે ઉપર ટેન્કર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી નંદેસરી જઈ રહેલી ટેન્કરે...
ભારતનો કોઈ પણ નાગરિક સરકારના વહીવટ હેઠળની બેન્કમાં પોતાની મહેનતની કમાણી મૂકતો હોય છે ત્યારે તેવા વિશ્વાસ સાથે મૂકતો હોય છે કે...
છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવનેક ારણે ભીંસમાં મુકાઇ છે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી પેટ્રોલ-ડીઝલમાં પ્રજાને કોઇ રાહત આપી શકી...
લખચોરાસી સજીવો પૈકીનાં માનવજીવોને સોશ્યલ એનીમલ તરીકે માન્ય રાખીને હવે એને પણ અનટચેબલમાં ટચસ્કીનવાળા સ્માર્ટ વિજાણું માધ્યમો જે રીતે સોશ્યલ મીડિયામાં ગૃપમાં...
ડો. આંબેડકરે બનાવેલા બંધારણનું મહત્ત્વ ઘણું જ છે. બાબાસાહેબ આંબેડકરના પ્રદાનને સલામ મારવી પડે. આંબેડકરે આટલું અપમાન સહન કર્યા છતાં તેઓ દેશના...
ત્રણ વર્ષ પહેલાંની વાત છે. ગોપીપુરા સુભાષચોક ખાતે આવેલી ખૂબ જુની નેશનલ લોન્ડ્રીમાં હું બઠો હતો. એટલામાં એક દિગંબર જૈન સંત એમના...
ગુજરાતમાં વાહનની ટકકર થવાની રાહદારીઓના મૃત્યુ થવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધરો થઇ રહ્યો છે. માત્ર એક વર્ષમાં ૭૨૮ (સાતસો અઠયાવીસ) રાહદારીઓના મૃત્યુ...
તા. 2.2.21ના દિને પાના નં. 12 ઉપર આપણા ગુજરાતમિત્રે સમાચાર આપ્યા… આ લો, દારૂના અડ્ડાનું લિસ્ટ, પગલા ભરો. નવસારીના અંબાડા ગામના લોકોએ...
સગવડો વધતા આપણે શારીરિક અને માનસિક રીતે લકવાગ્રસ્ત થઇ ગયા. ગૃહ ઉપયોગી સાધનો ખોટકાય એટલે જાણે મોતિયા મરી ગયા. વોશિંગ મશીન, ડીશ...
એક યુવતીના લગ્ન થયા,પોતાનું શહેર છોડી તે પતિ સાથે બીજા શહેરમાં રહેવા ગઈ તે પોતાના શહેરમાં એક ટીચરની સરસ જોબ કરતી હતી,નવા...
લોકોને હસાવવાં એટલે, રણ ખોદીને પાણી કાઢવા જેટલું અઘરું હોંકેએએએ..? લોકોને સાલી શું આદત પડી ગઈ? ટેન્શન કરંટ ખાતામાં રાખે, ને હાસ્યની...
શિક્ષણ કે આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે પણ શિક્ષણ સુવિધાના નામે આપણે ત્યાં ચૂંટણી લડાઇ હોય એવું ભાગ્યે જ બન્યું છે. દિલ્હીમાં...
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા ઘણા દિવસથી રોજે રોજના ધોરણે સતત વધી ગયા છે અને કેટલાક શહેરોમાં તો પેટ્રોલનો ભાવ લિટરે...
[ditty_news_ticker id=”6881″] સુરતમાં બીજેપીની સૌથી વધુ પેનલ જીત તરફ વોર્ડ નંબર 18, 22, 24, 26, 28,30 બીજેપી પેનલ વોર્ડ નંબર-29 બીજેપી પેનલ...
ગુજરાતના ભરૂચ (BHARUCH) જિલ્લામાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કેમિકલ કંપની યુપીએલ -5 પ્લાન્ટમાં વિસ્ફોટ (EXPLOSION)થી...
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરના ફ્રેન્કલીન સ્ટ્રીટમાં આવેલું એક ૧૩૯ વર્ષ જુનું બે માળનું મકાન હવે એક નવું સરનામું ધરાવે છે. તેને આખે...
દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી મૂકાઇ ગયા પછી રસીકરણનો આગામી તબક્કો હવે પ૦ વર્ષથી વધુ વયના લોકો માટેનો હશે. તેમાં...
શહેરમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા ફરીવાર કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને અનલોકમાં તબક્કાવાર...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.