Columns

કોઈ કામ નાનું નથી

એક યુવતીના લગ્ન થયા,પોતાનું શહેર છોડી તે પતિ સાથે બીજા શહેરમાં રહેવા ગઈ તે પોતાના શહેરમાં એક ટીચરની સરસ જોબ કરતી હતી,નવા શહેરમાં થોડા મહિનાઓમાં ગોઠવાયા બાદ તેને નવા શહેરની સારી શાળાઓમાં ટીચર તરીકે જોબ માટે અરજી કરી અને થોડા સમયમાં તેને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી અને એક શાળામાં તેને ટીચર તરીકે નોકરી મળી ગઈ.

પહેલા તે ખુશ થઇ ગઈ અને ઘરમાં બધાને ખુશખબર આપ્યા,પણ તરત જ તેનું મોઢું પડી ગયું.પતિએ પૂછ્યું, ‘કેમ શું થયું ?? અમે બધા ખુશ છીએ અને તું જોબ કરે તે માટે ઘરમાં કોઈને વાંધો નથી.’ સાસુએ પણ કહ્યું, ‘હા, વહુ બેટા તમારા ભણતરનો ઉપયોગ બીજાને ભણાવવામાં થાય તે સારું જ છે.’

યુવતીએ કહ્યું, ‘ના, ના મને એવી કોઈ ચિંતા નથી પણ હું પહેલા જ્યાં જોબ કરતી હતી ત્યાં સિનયર ટીચર તરીકે મારું કામ હતું અને અત્યારે જે જોબ મળે છે તેમાં જુનીયર ટીચરનું કામ છે એટલે મન થોડું પાછું પડે છે.’

સસરા આ વાતમાં વચ્ચે બોલ્યા, ‘વહુ દીકરા, જરાક ટી.વીનું રીમોટ શોધી આપોને મળતું નથી.’ સાસુએ પોતાના પતિને ખીજાઈને કહ્યું, ‘શું તમે આખો દિવસ ટી.વી કરો છો …અહીં વહુની નોકરી વિષે વાત કરી રહ્યા છીએ.’ સસરાજી બોલ્યા, ‘વહુ દીકરા, નાનકડું રીમોટ ન મળે તો આ મોટું ટી.વી ચલાવવું કેટલું અઘરું થઈ જાય નહિ.’ વહુને નવાઈ લાગી,મનમાં વિચાર્યું  કે સસરાજી શું આ ટી.વી અને રીમોટની વાત લઈને બેસી ગયા છે અહીં મને નોકરીનું શું કરવું તે સમજાતું નથી….

સસરાજી બોલ્યા, ‘ઘણી વખત નાની વસ્તુ પણ મહત્વની હોય છે.વસ્તુ નાની હોય કે મોટી,કામ નાનું હોય કે મોટું કે પછી જોબમાં પોઝીશન જુનીયર હોય કે સીનીયર દરેક વસ્તુનું પોતાનું મહત્વ હોય છે.વહુ બેટા, અહીં તમારે નવી શરૂઆત છે એટલે તમને જુનીયર ટીચરની જોબ મળી છે અને તમે તમારા કામથી અને આવડતથી તમારું મહત્વ દેખાડી શકશો અને મહેનત કરશો તો આગળ વધતા વાર નહિ લાગે.

પણ જો જુનિયર ટીચર તરીકે શરૂઆત કરવામાં નાનપ અનુભવશો, કે પછી હં તો સીનીયર ટીચર તરીકે કામનો અનુભવ ધરાવું છું એટલે જુનિયર ટીચર શું કામ બનું એવો અહમ વચ્ચે લાવશો.તો આગળ વધવામાં તમારા વિચારો જ બાધારૂપ બનશે.

કોઈ કામ નાનું નથી હોતું,બધા કામનું પોતાનું મહત્વ હોય છે મારું માનો તો આ નોકરી સ્વીકારી લો અને મહેનત કરી મહત્વ વધારો અને આગળ વધો.’સસરાજીની સમજાવટથી વહુના મનની દ્વિધા દુર થઇ ગઈ અને તેને નોકરી સ્વીકારી લેવાનો નિર્ણય કર્યો.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top