Charchapatra

ડો. આંબેડકરનો ફોટો સરકારી કચેરીમાં મૂકવા શા માટે ઇન્કાર?

ડો. આંબેડકરે બનાવેલા બંધારણનું મહત્ત્વ ઘણું જ છે. બાબાસાહેબ આંબેડકરના પ્રદાનને સલામ મારવી પડે. આંબેડકરે આટલું અપમાન સહન કર્યા છતાં તેઓ દેશના હિત અંગે જ વિચારતા હતા અને દેશની સ્થિતિ બદલવા માટે સતત કામ કરતા રહયા હતા. ખરેખર આંબેડકર રાષ્ટ્રઋષિ હતા.

આંબેડકરે જણાવેલું કે મારા માટે પ્રથમ રાષ્ટ્ર અને અંતે પણ રાષ્ટ્ર છે અને બંધારણ જનતાનું છે, જનતા માટે છે અને જનતા દ્વારા જ તેનું અમલીકરણ થવું જોઇએ. હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સમાજનું રક્ષણ કરવા તા. 11.4.1949 ને દિવસે હિન્દુ કોડ બીલ અગત્યનું હોવાથી તેમણે રજૂ કરેલું.

આ બીલમાં વારસા હક્ક,ભરણપોષણ, લગ્ન, છૂટાછેડા, દત્તક લેવું, સગીરપણું અને વાલીપણું વિગેરેના કાયદા હતા. બાબાસાહેબે કહયું હતું કે જો હિન્દુ પ્રણાલિકા હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સમાજનું રક્ષણ કરવા ઇચ્છતા હો તો જે દૂષણો પેદા થયાં છે તેને દૂર કરવા આ બીલ રજૂ કરેલ છે.

ડો. આંબેડકરે એક પીપલ્સ એજયુકેશન સોસા.ની સ્થાપના કરી તેના દ્વારા સને 1951 માં મુંબઇની સિધ્ધાર્થ કોલેજ અને ઓગષ્ટ 1951 માં ઔરંગાબાદમાં મિલિંદ કોલેજની સ્થાપના કરી હતી. બ્રાહ્મણ સ્ત્રીથી લઇને અછૂત સ્ત્રી સુધી દરેકને માટે ઉપયોગી આ હિન્દુ કોડ બીલ લાવવા માટે ખૂબ મહેનત કરીને હક્ક અપાવ્યા છે અને તેથી ભારત સરકારે ભારતરત્નના સાચા હકદાર બનાવ્યા છે.

આ સત્ય કેન્દ્ર સરકારે સ્વીકારેલ છે તો ગુજરાતની ભાજપની સરકારે પણ સ્વીકારવું જરૂરી છે. આંબેડકરના ફોટા દરેક સરકારી કચેરી, કોલેજો, યુનિવર્સિટી તથા કોર્પોરેશનની તમામ ઓફિસોમાં મૂકવા અત્યંત જરૂરી છે. જો તેમ નહિ કરવામાં આવે તો આ દલિત સમાજ એવું માનશે કે તેમના કરેલા દેશના હિતનાં કાર્યો આ સરકાર ભૂલી
ગયેલ છે.

સુરત     – પરસોત્તમ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top