Charchapatra

છેલ્લો પ્રયાસ, અજગર ભરડો, છેલ્લી તક

મોંઘવારીના ‘‘અજગર-ભરડા’’માં ભીંસાયેલી જનતા હવે ભાગ્યે જ એમાંથી છૂટી શકશે એમ લાગે છે. નાગપાશમાં ભીડાયેલાં શરીરોનાં હાડકાં ચૂરેચૂરા થઈ જશે? બળતામાં ઘી ની માફક હવે પછીની આવનારી ચૂંટણી ખૂબ મોંઘી પુરવાર થશે. બેનંબરી બાદશાહો સરળતાથી ગાદી પર બેસશે. કદાચ છેલ્લી ચૂંટણી બની રહે તો આશ્ચર્ય નહીં! (રાજ્યસભામાં બહુમતી મળે એટલી જ વાર છે, પછી જુઓ અમારી કમાલ! ભલભલાની બોલતી બંધ કરીશું…!) હમણાં પણ લટકાવેલા ગાજર (મૃગજળ જેવા)ની પાછળ આપણે દોડી રહ્યાં છીએ.

લીંબુ પકડાવવા અને ગાજર લટકાવવા માટે વર્તમાન સરકાર કુખ્યાત થઈ રહી છે (ઝંડા ઊંચા રહે હમારા!) દક્ષિણ ગુજરાતમાં લીંબું-ગાજરનો એક વેપારી ખૂબ પ્રખ્યાત છે. એની ચાલમાં ભલભલા ભેરવાઈ જાય છે! અને હવે તો આદિવાસી વિસ્તારોના કરોડો મત અંકે થઈ ગયા જ સમજો ભાઈ! દ્રૌપદીજી આવ્યાં અને મધથી ભરેલો મધપૂડો (મતપૂડો?) લાવ્યા. આદિવાસી વિસ્તારોમાં ઝાડ-પાન જંગલો હોવાથી સંખ્યાબંધ મધપૂડાઓ જોવા મળે, પરંતુ મધપૂડાની ભમરીમાખીઓથી સાવધાન રહેવું પડે.જનતાની પવિત્ર ફરજ બને છે. જોર લગાવો, હેઈસો છેલ્લી તક!?
સુરત     – રમેશ એમ.મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top