National

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ પરિવારને રાહત, રાબડી-મીસા સહિત તમામ આરોપીઓને મળ્યા જામીન

નવી દિલ્હી: લાલુ યાદવ અને તેમના પરિવારને નોકરી કૌભાંડમાં જમીન મામલે મોટી રાહત મળી છે. જમીન-નોકરી કૌભાંડમાં (Land For Job Scam) JDU પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનો (Lalu Prasad Yadav) પરિવાર આજે દિલ્હીની કોર્ટમાં (Court) હાજર થયો હતો. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ, રાબડી અને મીસા ભારતી સહિત તમામ 16 આરોપીઓને જામીન આપી દીધા છે. કોર્ટે રૂ.50,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. આ પહેલા લાલુ, રાબડી દેવી અને મીસા ભારતી રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સીબીઆઈની ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે તમામને સમન્સ જારી કરીને હાજર થવાનો આદેશ આપ્યો હતો. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલ્વેમાં લોકોને નોકરી આપવાને બદલે તેમની જમીન લેવામાં આવી હતી. સીબીઆઈએ ગયા વર્ષે 18 મેના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો.

સીબીઆઈની ચાર્જશીટની નોંધ લીધા બાદ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે કૌભાંડના આરોપીઓને આજે કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું. આ કેસમાં જ્યાં સીબીઆઈ એક સપ્તાહ પહેલા જ રાબડી દેવી, લાલુ યાદવ અને મીસા ભારતી સહિત અન્ય આરોપીઓની પૂછપરછ કરી ચૂકી છે. આ સાથે જ EDએ લાલુ પરિવારના સભ્યોના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા છે. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલ્વેમાં લોકોને નોકરી આપવાને બદલે તેમની જમીન લેવામાં આવી હતી. સીબીઆઈએ ગયા વર્ષે 18 મેના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો.

સીબીઆઈએ ચાર્જશીટમાં કયા કયા આક્ષેપો કર્યા છે?
સીબીઆઈએ ગયા વર્ષે ઓક્ટોબરમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. CBIનો દાવો છે કે ઉમેદવારોની અનિયમિત અને ગેરકાયદેસર નિમણૂંકો રેલવેના ધારાધોરણો, માર્ગદર્શિકા અને પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી. સીબીઆઈની ચાર્જશીટ મુજબ, જમીન તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યોને નોકરી અપાવનાર ઉમેદવારો દ્વારા અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા બજાર દર કરતા ઘણી ઓછી કિંમતે વેચવામાં આવી હતી. આ રકમ બજાર કિંમતના 1/4 અથવા 1/5 હતી. 2007-08માં, જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા, ત્યારે તેઓ કુંજવાના મહુઆબાગમાં જમીન ખરીદવાનો ઇરાદો ધરાવતા હતા, જે પહેલાથી જ તેમના પરિવારના સભ્યોની માલિકીની હતી.

આવી સ્થિતિમાં, લાલુ યાદવે તેમની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી, મધ્ય રેલવેના તત્કાલીન જનરલ મેનેજર સૌમ્ય રાઘવન, તત્કાલીન ચીફ પર્સનલ ઓફિસર કમલ દીપ મનરાઈ અન્ય આરોપીઓ સાથે ગુનાહિત ષડયંત્રમાં સામેલ થયા. આ ઉમેદવારોને બાદમાં નિયમિત કરવામાં આવ્યા હતા. લાલુ પ્રસાદ યાદવે આ ઉમેદવારો અને તેમના પરિવારના સભ્યોની માલિકીની જમીનો તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના નામે ખૂબ જ ઓછી કિંમતે તેમને રેલવેમાં નિમણૂક અપાવવાના બદલામાં ખરીદી હતી.

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં અત્યાર સુધી શું થયું?

  • સીબીઆઈએ 18 મે 2022ના રોજ લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
  • ઓક્ટોબરમાં સીબીઆઈએ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
  • સંજ્ઞાન લેતા કોર્ટે તમામને હાજર થવા બોલાવ્યા હતા.
  • CBIએ 6 માર્ચે પટનામાં રાબડી દેવીની પૂછપરછ કરી હતી.
  • બીજા દિવસે એટલે કે 7 માર્ચે સીબીઆઈએ દિલ્હીમાં મીસા ભારતીના નિવાસસ્થાને લાલુ યાદવની પૂછપરછ કરી.
  • 10 માર્ચે EDએ દિલ્હી, બિહાર, યુપીમાં લગભગ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
  • આ દરોડા લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ, તેમની પુત્રીઓ મીસા, ચંદા અને હેમા અને લાલુના સંબંધીઓ પર પડ્યા હતા.
  • EDના સૂત્રોએ દાવો કર્યો હતો કે આ દરોડામાં 53 લાખ રૂપિયા રોકડા, US$1,900, લગભગ 540 ગ્રામ સોનું અને 1.5 કિલો સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top