World

અમેરિકન ડ્રોન સાથે રશિયન જેટ અથડાયું, બ્લેક સી પાસે ધટી ઘટના

નવી દિલ્હી: યુક્રેન (Ukrain) રશિયા (Russia) હુમલા (Attack) વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. યુક્રેન-રશિયન હુમલા વચ્ચે કાળા સમુદ્ર પાસે એક મોટી ઘટના બની છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રશિયન જેટ અને અમેરિકન ડ્રોન વચ્ચે અથડામણ થઈ છે. જાણકારી મળી આવી છે કે રશિયન ફાઇટર પ્લેને કાળા સમુદ્ર પર યુએસ MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું હતું.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે યુએસ રીપર ડ્રોન અને બે રશિયન SU-27 ફ્લેન્કર જેટ કાળા સમુદ્રની ઉપર ઉડી રહ્યા હતા. ત્યારબાદ એક રશિયન જેટ ઇરાદાપૂર્વક માનવરહિત ડ્રોનની સામે આવ્યું અને તેના પર ઇંધણ ફેંકી દીધું હતું. આ પછી એક રશિયન વિમાને ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું અને તેને નીચે પાડી દીધું હતું.

કાળો સમુદ્ર એ પાણીનો વિસ્તાર છે જેની સરહદો રશિયા અને યુક્રેન સાથે મળે છે. યુક્રેન યુદ્ધના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી આ ક્ષેત્રમાં સૈન્ય તણાવ ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન અને અમેરિકન વિમાનો કાળા સમુદ્ર પર ઉડતા રહે છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના યુદ્ધ વિમાનો એકબીજાની સામે આવી ગયા છે અને આવી સ્થિતિ ઘટી. આ ઘટના પર યુએસ એરફોર્સે આકરી પ્રતિક્રિયા આપી છે. યુએસ એરફોર્સે કહ્યું છે કે બે રશિયન Su-27 એરક્રાફ્ટે યુએસ એરફોર્સના સર્વેલન્સ અને જાસૂસી માનવરહિત MQ-9 ડ્રોનને અસુરક્ષિત અને બિનવ્યાવસાયિક રીતે અટકાવ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકન ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદની અંદર ઉડી રહ્યું હતું.

Most Popular

To Top