SURAT

કોસાડ આવાસની ચાર બાળકી ડાન્સર બનવા દિલ્હી જવા નીકળી હતી

સુરત: કોસાડ આવાસમાં (Kosad Aavas )રહેતી ચાર(Four) કિશોરી (Teenager) ગઈકાલે સ્કૂલમાંથી ગાયબ (missing From School) થઈ ગઈ હતી. પોલીસે ચારેયની શોધખોળ શરૂ કરતાં આ ચારેય એક બસમાં બેસીને દિલ્હી (Delhi)જઈ રહી હોવાની જાણ થઈ હતી. દરમિયાન જે બસમાં તે બેસીને જતી હતી તેમાં પંક્ચર પડતાં તમામ મુસાફરોને નીચે ઊતર્યા ત્યારે ચારેય છોકરીઓ બસમાં હોવાની જાણ ડ્રાઈવરે તેના માલિકને કરી હતી. અને બસના માલિકે પોલીસને જાણ કરતાં ચારેય કિશોરીને કરજણ પાસે થોભાવી ત્યાંથી પરત લાવવામાં આવી હતી.

કિશોરીઓ ટીબી અને સોશિયલ મીડિયાથી બૉલીવુડ જવા પ્રેરાઈ

ટીવી અને સોશિયલ મીડિયામાં બોલીવૂડના ગ્લેમર અને ચકાચૌંધને જોઈ અંજાઈ બાળકો ઘેલાં બની જાય છે. કોસાડ આવાસ ખાતે આવેલી એક જ બિલ્ડિંગમાં રહેતી 12 વર્ષીય, ૧૩ વર્ષીય અને ૧૪ વર્ષીય આમ કુલ ચાર બેનપણીઓ અલગ અલગ સ્કૂલોમાં અભ્યાસ કરે છે. ગઈકાલે તેઓ ચારે પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે નીકળી હતી. પરંતુ સ્કૂલ છૂટ્યા પછી પણ પોતાના ઘરે પરત આવી ન હતી. દીકરીઓ ઘરે નહીં આવતાં પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ નહીં મળતાં અમરોલી પોલીસને જાણ કરી હતી. એકસાથે ચાર છોકરી ગાયબ થતાં તેમના પરિવારજનો અને પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે ત્વરિત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ખાનગી બસ સંચાલકોને આ અંગે માહિતી આપી સોશિયલ મીડિયામાં તેમના ફોટો અને વિગતો વાયરલ કરી હતી. દરમિયાન આ ચારેય લક્ઝરી બસમાં બેસીને ગઈ હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે આ બસને કરજણ પાસે મહાદેવ હોટેલમાં રોકવા માટે કહ્યું હતું. આ દરમિયાન કરજણ અને પાલેજ પોલીસને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા. અને અમરોલી પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. બાળકીઓને હાલ સુરત લાવવામાં આવી છે અને તેમનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. આ ચારેય કિશોરીઓ સરદાર માર્કેટની સામેથી બસમાં દિલ્લી જવા માટે નીકળી હતી. આ ચારેય દિલ્હીમાં ડાન્સિંગ સ્ટાર બનવા માટે ઓડિશન આપવા માટે જઈ રહી હતી.

બસ પંક્ચર પડી અને છોકરીઓની જાણ થઈ
એકસાથે ચાર છોકરી લાપતા થઈ જવાના પગલે અમરોલી પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાની સાથે ત્રણ પીએસઆઈ અને 40 પોલીસકર્મીનો સ્ટાફ આ છોકરીઓની શોધખોળમાં લાગી પડ્યો હતો. દરમિયાન છોકરીઓ બસમાં ગયાની માહિતી મળતાં બસ સંચાલકોએ તેમના ગ્રુપમાં આ માહિતી વાયરલ કરી હતી. ત્યારે દિલ્હીમાં જતી જે બસમાં આ છોકરીઓ બેસેલી હતી તે બસ પંક્ચર પડી હતી. એટલે બસના તમામ મુસાફરોને નીચે ઉતારાયા હતા. ત્યારે ડ્રાઈવરે તેના મોબાઈલમાં આવેલી છોકરીઓને તેની બસમાં હોવાનું જોતાં માલિકને જાણ કરી હતી. જેથી બસ માલિકે કન્ફર્મ કરી પોલીસને જાણ કરતાં ચારેય છોકરી મળી આવી હતી.

Most Popular

To Top