Trending

મધમાખીઓની પ્રજાતિ વિકસાવવાની કોશિશે કિલર બીસને જન્મ આપ્યો અને 400 લોકોને મોત મળ્યું

1957માં બ્રાઝિલમાં (Brazil) મધમાખીઓની (bees) ઓછી થઈ ગયેલી સંખ્યા વધારવા માટે ત્યાંની સરકારે જીવવૈજ્ઞાનિક વોરવિક ઇ. કેરને પ્રયોગ કરવાનું કહ્યું હતું. આના પર અનેક આફ્રિકન (African) અને યુરોપિયન (European) મધમાખીઓના સંવર્ધન કરીને પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આ નવી પ્રજાતિની મધમાખીઓએ તેમની સુરક્ષા માટે નવી વસાહતો બનાવવાનું શરૂ કર્યું. તે ધીરે ધીરે આક્રમણકારી બનતી ગઈ અને મધ્ય (Middle) અને દક્ષિણ અમેરિકામાં (South America) ફેલાઈ ગઈ. અને પરિણામ એ આવ્યો કે સારા ઉદ્દેશ્ય માટે મધમાખીઓની પ્રજાતિ વિકસાવવાના પ્રયાસ બાદ કિલર બીસનો (killer bees) ઉદ્ભવ થયો જે માનવજાત માટે ખતરનાક (Dangerous) સાબિત થઈ.

પૃથ્વી પર અનેક પ્રકારની મધમાખીઓ છે જેમાંથી લોકોને હત્યારી મધમાખીઓનો ડર વધારે હોય છે અને તે ડરામણી પણ હોય છે. મનુષ્યો કેટલીવાર સારા વિચારોથી સારા ઉદ્દેશ્ય માટે પ્રયોગો કરે છે પણ કેટલીકવાર તે ખોટા સાબિત થાય છે અને તે સમય જતાં ભયાનક પણ બની જાય છે. આ જ રીતે 1950માં મધમાખીઓની સંખ્યા ઓછી હોવાથી વૈજ્ઞાનિકોએ તેમની સંખ્યા વધારવા માટે એક પ્રયોગ કર્યો હતો. આ વિચાર કરવોએ ખોટો ન હતો પણ તેનું પરિણામ ધાર્યા કરતાં કઈ અલગ આવ્યું હતું.

1957માં આ ઘટનાની શરૂઆત થઈ. 1957માં બ્રાઝિલના રિયો ક્લારોમાં જીવવૈજ્ઞાનિક વોરવિક ઇ. કેરને ત્યાં સરકાર દ્વારા મધમાખીની નવી પ્રજાતિ બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. તે માટે તેમણે જરૂરી ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. વોરવિકાએ યુરોપીયન મધમાખીઓની એક પ્રજાતિને અમેરિકા લઈ ગયા અને તેમાંથી નવી પ્રજાતિ બનાવવાનું શરૂ કર્યું. અંતે થોડાં પ્રયોગો બાદ તેમણે તેમાંથી એક નવી પ્રજાતિ બનાવી. પરંતુ આ નવી પ્રજાતિ બ્રાઝિલની ગરમીના ઊંચા તાપમાનમાં નકામી સાબિત થઈ.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસના મધમાખી ઉછેરશાસ્ત્રી એરિક મ્યુસેને જણાવ્યું હતું કે વોરવિક જે યુરોપિયન મધમાખી અમેરિકા લઈ ગયો હતો એ દિવસભર માત્ર અમૃત જ ચૂસતી હતી. વોરવિકાએ વિચાર્યું કે યુરોપિયન મધમાખીને આફ્રિકન જનીનો સાથે જોડવાથી સારું પરિણામ મળશે અને તેનાંથી વધારે પ્રમાણમાં મધ પણ મેળવી શકાશે. આની સાથે આ યુરોપિયન મધમાખીઓને તાપમાન સાથે સંઘર્ષ કરવો પડશે નહીં.

આ વિચાર સાથે વોરવિક અને તેની ટીમએ મધમાખીની નવી પ્રજાતિ બનાવી. આ પ્રયોગ દરમિયાન આફ્રિકન મધમાખીઓના જીન્સ આવ્યા હતાં. જેને પાછળથી કિલર બીસ નામ આપવામાં આવ્યું હતું. આ પ્રયોગ અનેક આફ્રિકન અને યુરોપિયન મધમાખીઓના સંવર્ધન કરીને થયો હતો. પરતું મુશ્કેલી ત્યારે ઊભી થઈ જયારે આ નવી કિલર મધમાખીઓ એટલે કે હત્યારી મધમાખીઓએ તેમની સુરક્ષા માટે નવી વસાહતો બનાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ તે વધારે આક્રમણકારી બની ગઈ.

એક દિવસે કંઈક એવી ઘટના થઈ જેને લીધે આ હત્યારી મધમાખીઓને પ્રોગશાળામાંથી બહાર નીકળવાનો મોકો મળી ગયો. ડૉ. એરિક મુઇસે આ અંગે જણાવતાં કહ્યું હતું કે આ ખતરનાક મધમાખીઓની 20 કોલોનીઓ પ્રયોગશાળામાંથી બહાર નીકળી ગઈ. જે ત્યારબાદ મધ્ય અને દક્ષિણ અમેરીકામાં ફેલાઈ ગઈ. આ પરિસ્થિતિ વધારે ભયાનક ન બને તે માટે વોરવિક અને તેમની ટીમે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે આ મધમાખીઓ ગરમ તાપમાનમાં વધુ સમય સુધી જીવિત ન રહે. એવું ન થાય તો પણ ગરમ તાપમાનના લીધે કદાચ તો તેમની આક્રમકતા ઓછી થઈ જાય અને તે પહેલા કરતાં ઓછી ખતરનાક બની જાય.

પરંતુ આવું કંઈ પણ થયું નહીં. આ હત્યારી મધમાખીઓ પહેલા જેટલી જ આક્રમણકારી હતી અને તેમની સંખ્યામાં પણ કોઈ પ્રકારનો ઘટાડો થવાને બદલે તે દક્ષિણ અને મધ્ય અમેરિકામાં વિકાસવા લાગી. તે વધારે ફેલાવા લાગી અને ખતરનાક બનતી ગઈ. ત્રણ દાયકા પૂરાં થઈ ગયા અને 1980નું વર્ષ ચાલુ થયું, ત્યારે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં કેલિફોર્નિયા, ટેક્સાસ, એરિઝોના, નેવાડા, ન્યુ મેક્સિકો અને ફ્લોરિડામાં ફેલાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે ત્યારથી અત્યાર સુધી આ મધમાખીઓના કરડવાથી 400થી વધુ લોકોના મોત થઈ ગયા છે.

Most Popular

To Top