Vadodara

કેયુર રોકડિયા શહેરના નવા મેયર

વડોદરા: મહાનગર સેવાસદનના નવા પદાિધકારીઓની આજે સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત ભાજપ ઓિફસે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ડો. િહતેન્દ્ર પટેલની વરણી કરવામાંઆવી હતી.

ઢોલનગારા અને શરણાઈ તથા ફટાકડાના ધૂમધડાકાથી નવા પદાિધકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર ગૃહ ખાતે મળેલી પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડે. મેયર.સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત સ્થાયી સમિતિના 11 સભ્યો સભામાં શાસક પક્ષા નેતા, તથા દંડકના નામોની દરખાસ્ત બહુમતિથી પસાર કરવામાં આવી હતી.

ગાંધીનગર ગૃહ ખાતે મળેલી પ્રથમ સમગ્ર સભામાં પૂર્વ મેયર, ડોગ જીગીશાબેન શેઠે નવા મેયર તરીકે કેયુર રોકડીયાની ડે. મેયર તરીકે નંદાબેન જોશીની અને સ્થાયી સમિતિના 12 સભ્યોમાં 1. ડો. હિતેન્દ્ર પટેલનું હોવાથી સ્થાયી સમિતિની અલગ મળેલી બેઠકમાં તેમનો અધ્યક્ષ પદ માટે રજૂ થયેલી દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

સમગ્ર સભામાં 76 પૈકી 75 ચૂંટાયેલા કાઉન્સીલરો ઉપસ્થિત રહયા હતા જયારે એક કાઉન્સીલર ઓનલાઈન હાજર રહયા હતા. દરખાસ્ત પસા થયા પછી નવા પદાિધકારીઓએ પોતાના સ્થાન ગ્રહણ કર્યા હતા અને વડોદરાનો િવકાસ કરવાની ખાતરી ઉચ્ચારી હતી અને નવા ચૂંટાયેલા પદાિધકારીઓને શુભચ્છા પાઠવી હતી. વડોદરાનો સર્વાંગી વિકાસ થાય તેવી આશા વ્યકત કરી હતી. આ સાથે આખો િદવસ નવનિયુકત પદાિધકારીઓન અિભનંદન આપવા લોકોનો સતત ધસારો રહયો હતો.

ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં ડો િહતેન્દ્ર પટેલની અધ્યક્ષ પદ માટે રજૂ થયેલી દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. નવનિયુકત પદાિધકારીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તે પછી ખંડેરાવ માર્કેટ સ્થિત મનપાની મુખ્ય કચેરી ખાતે ચાર્જ સંભાળવા આવી પહોંચેલા મેયર, ડે. મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો લાલ જાજમ બિછાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારે આતશબાજી અને બેન્ડવાજા સાથે તમામ કાઉન્સીલરોનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

શહેરીજનો શુધ્ધ પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટલાઈટ સહિતની સુવિધા મારી પ્રાથમિકતા : મેયર

કેયુર રોકડીયાએ જણાવ્યું હતુ કે મેયર પદને મેયર તરીકે ગણતો નથી પરંતુ એક જવાબદારી તરીકે ગણુ છુ. આ કામને એક સેવકના રૂપમાં સહજ સ્વીકાર કરું છું. હું તમામ 76 કાઉન્સીલરોને સાથે રાખીને વડોદરા શહેરનો િવકાસ કરવાની ખાતરી આપું છું. જો સાથે રહીને કામ કરીશું તો ગમે તેવા િવઘ્નને પણ દૂર કરી શકીશું વડોદરા શહેરના લોકોને શુધ્ધ, પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઈટ, હેલ્થ સેન્ટરો, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને સારૂ શિક્ષણ મળે તેમજ યુવાનોને રમત ગમતના મેદાનો મળે તે માટે મારી પ્રાથમિકતા રહેશે. ડે. મેયર નંદા જોશીએ જણાવ્યું હતું કે, સંગઠનની સાથે રહીને કામ કરીશ. શહેરના વિકાસના કાર્યો પ્રજા વચ્ચે રહીને કરીશ. શહેરની પ્રાથમિક સુિવધાની સમસ્યાનો ઝડપથીનિકાલ થાય તેવા પ્રયત્નો કરીશ. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. િહતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મારી અઢી વર્ષ માટે િનમણૂંક થઈ છે. તે દરમિયાન િવકાસના કામોને પ્રાધાન્ય આપીશ. પ્રાથમિક સુિવધાના કાર્યોને ઉકેલવા અગ્રિમતા આપીશ.  નગરજનોની સુખાકારી માટેના કામો, સફાઈ, રમતગમત સહિત મૂળભૂત પ્રશ્નોનો ઝડપથી િનકાલ થાય તેવા પ્રયત્ન કરીશ.

વિપક્ષના નેતાની સુવિધાઓ છીનવશો તો કોર્ટમાં જઈશું

સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના અગ્રણી ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિરોધ પક્ષના નેતાની સુવિધાઓ છીનવી લેવાશે તો કોર્ટ રહે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સેવાસદનની પ્રથમ સામાન્યજે સભામાં સાત સીટ મેળવનાર કોંગ્રેસના સભાસદો આક્રમક મૂળમાં દેખાય હતા. નવી ટમમાં વિરોધ પક્ષના નેતાને સુવિધાઓ આપવામાં નહીં આવે તેવી ચર્ચાઈ રહેલી વાતોને લઈ વડોદરા મહાનગર સેવાસદનના પૂર્વ વિરોધ પક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રી વાસ્તાવે નવી ટર્મમાં વિરોધ પક્ષના નેતાને સુવિધા નહીં મેળે તો કોર્ટ રહે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કાયદા પ્રમાણે સુવિધાઓ ફક્ત મેંયરને મળી શકે છે બાકીના લોકોને મળી રહેલી સુવિધાઓ પ્રણાલી પ્રમાણે આપવામાં આવે છે જેમાં વિરોધ પક્ષના નેતાને પણ સુવિધાઓ મળે છે.

પાલિકાની ખંડેરાવ માર્કેટ કચેરીમાં કોરોનાની ગાઈડલાઈન વિસરાઈ

87 દિવસ બાદ બુધવારે પાલિકા ના ચુંટાઈ આવેલ નવા સભાસદો સાથેની નવી ટમની શરૂઆત વેળે ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીમાં કોરોનાની ગાઈડ લાઇન વિસરાઈ હતી. 87 દિવસ બાદ વડોદરા મહાનગર સેવા સદનની નવી ચૂંટાયેલા સભાસદો સાથે સામાન્ય સભા મળી હતી જે સામાન્ય સભામાં મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન સહિતના પાંચ પદ માટેની વરણી કરાઈ હતી જે તમામને પદ પર બિરાજમાન થઇ પ્રથમ સામાન્ય સભા ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ કરી ખંડેરાવ માર્કેટ પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને પદ પર બિરાજમાન થયા હતા.

જે પ્રસંગે શુભેચ્છા આપનારાઓનો ધસારો તેમજ પ્રથમ સામાન્ય સભાને લઈ હાજર રહેલા તમામ સભાસદોને લઈ પાલિકામાં ભારે ભીડ જામી હતી અને જે ભીડને લઈ બુધવારે પાલિકાની કચેરીમાં કોરોનાની ગાઈડ વિસરાઈ હતી.

ત્યારે  ઉલ્લેખનીય બાબત એ છે કે કોરોનાને લઈ થોડા સમય ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની આજ કચેરી સામાન્ય નાગરિકોના પ્રવેશ માટે બંધ રાખવામાં આવી હતી તેમજ હાલમાં ખંડેરાવ માર્કેટ સ્થિત પાણી પુરવઠાના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને જે ઓફીસ બંધ રાખવામાં આવી છે.

ન.પ્રા.શિક્ષણ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે વ્યવસાયે બિલ્ડર

મહાનગર સેવાસદનાં મેયર પદે નવનિયુકત કેયુર રોકડીયા 16 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા હતા. 200ની સાલમાં મ.સ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં એફ.જી.એસ. તરીકે ચૂંટાયેલા ત્યારબાદ 2003 થી 2006 દરમિયાન ભાજપમાં વોર્ડ નં. 6 માં યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી 2006 થી 2009 ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ 2010 થી 2012 ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા. 2012 થી 2017 માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે વરણી થઈ.

2016 થી 2020 સુધી ભાજપના શહેર મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી.2020 માં ફી રેગ્યુલેશન કમીટી વડોદરા ઝોનના સભ્ય પદે નિયુકત થયા હતા. 2021 માં સ્થાિનક સ્વરાજયની ચૂંટણી 2021 માં ભાજપ મધ્ય ગુજરાતના પ્રવકતા તરીકે સેવા આપી રહયા છે.  તેમણે મધ્ય ગુજરાતના પ્રવકતા તરીકેની શ્રેષ્ઠ કામગીરીની નોંધ પ્રદેશ કક્ષાએ લેવામાં આવી હતી.

ડેપ્યૂટી મેયર નંદાબહેન જોશી  બચપણથી સંઘના સંસ્કાર હેઠળ ઉછેરેલા છે

 ડે.મેયર તરીકે નવનિયુકત નંદાબેન જોશીના િપતા કેશવરાવ જોશી તે જમાનામાં રાષ્ટ્રીય સેવક સંઘના અદના સ્વયંસેવક હતા એટલે નંદાબેનને નાનપણથી જ સંઘના સંસ્કાર મળેલા છે. સંઘની મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં વિવિધ જવાબદારીઓ િનભાવી હતી. 1995 માં ભાજપમાં પ્રવેશ સાથે તેઓ રાજકારણના પ્રવાહમાં ભળ્યા હતા. જૂના વોર્ડ નં. 8 માં તેઓ ઉપપ્રમુખ પદે સૌ પ્રથમ જવાબદારી નિભાવી હતી.

ત્યારબાદ શહેર કારોબારી સભ્ય તરીકે નિમાયા હતા. તેમની કાર્યપધ્ધતિને અનુલક્ષી 2005માં ભાજપે તેમને િટકિટ આપતા તેઓ કોર્પોરેટર ચૂંટાયા હતા. દરમિયાન તેઓ વોર્ડની સમસ્યા હલ કરવામાં વ્યસ્તરહયા હતા. પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. હાલમાં તેઓ શહેર ભાજપા મંત્રી તરીકે નિયુકત થયેલા છે. શહેર પ્રમુખ ડો. વિજય શાહે તેમની કામગીરીના પ્રતિભાવરૂપે ફરી એકવાર ટિકિટ આપતા કોર્પોરેટર પદે ચૂંટાઈ આવ્યા હતા.

પુન: નિયુક્તિ પામેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ હોમિયોપેથ ડોકટર છે

ફરી એકવાર મહાનગર સેવાસદનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષપદે વરણી પામેલા ડો. હિતેન્દ્ર પટેલ લેઉઆ પાટીદાર સમાજના છે 51 વર્ષીય અધ્યક્ષ ડીએચએમએસ અભ્યાસક્રમ પૂર્ણ કરી હોમિયોપેથી ડોકટર તરીકે વ્યવસાય કરે છે. તેમની વિશેષ રૂચિ વકતા, વાંચન, લેખન, રમતગમત, સમાજ સેવા, ધાર્મિક, મેડિકલ, કેમ્પો યોજવા તથા વ્યસનમુક્તિ અિભયાનમાં છે. તેઓ અટલ સેવા સંઘના પ્રમુખ પદે કાનમ પાટીદાર સમાજના ટ્રસ્ટી આરોગ્ય ભારતી ગુજરાતના સભ્ય અન્ય બચાવ અિભયાનના પ્રણેતા સિવિલ ડિફેન્સ વનવાસી કલ્યાણ પરિષદ, વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે તથા મોર્નિંગ ટી ગ્રુપના સભ્ય છે. આ અગાઉ તેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષપદ દરમિયાન તેમણે શહેરમાં સારી કામગીરી કરી હોવાથી તેની ભાજપના નેતાઓએ નોંધ લીધી હતી તેમજ શહેર ભાજપના ઉપપ્રમુખ રહી ચૂકયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top