Madhya Gujarat

કાલોલ ન.પા. વોર્ડ નંબર-૬માં યોગ્ય સફાઈ ન થતા નાગરિકોએ જાતે નીકોની સફાઈ કરી

કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૬ ના નૂરાની મસ્જિદ પાસે ઘણા સમયથી યોગ્ય રીતે સાફ સફાઈ થતી નહિ હોવાના આક્ષેપ સાથે નાગરિકો જાતે સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા.  મીડિયા ની ટીમ પહોંચતા નાગરિકોએ જણાવ્યુ હતુ કે તેઓના વિસ્તારમાં નગરપાલિકાની ટીમ માત્ર દેખાડો કરવા માટે આવે છે ઘરે કોઈ નક્કર સાફ-સફાઈ કરવામાં આવતી નથી પરિણામે નીકો માં કચરો જામ થઈ જાય છે અને પાણી બહાર વહેતું થાય છે જેથી કરીને સ્થાનિક નાગરિકો નો કચરો સાફ કરતા જોવા મળ્યા હતા.

આ બાબતે કાલોલ નગરપાલીકા ના અધિકારીઓ યોગ્ય કાળજી રાખી નિયમીત સાફ સફાઈ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. બીજી તરફ કાલોલ નગરપાલીકા ના મુખ્ય દ્વાર પાસે જ સ્વચ્છતા અભિયાન ના બોર્ડ નજીક ગટર લાઈન નું પાણી ઉભરાતા રોડ ઉપર થી ગંદા પાણીની રેલમછેલ વહી રહી છે જો કાલોલ નગરપાલીકા પોતાના પ્રવેશદ્વાર આગળ સ્વચ્છતા જાળવી ન શકે તો નગર ની વાત જ ક્યાથી કરવી પાલીકા ના દરેક વોર્ડ માં ડોર ટુ ડોર કચરો લેવા માટે કોઈ નિયમિતતા જળવાતી નથી પરીણામે નગરજનો સરિયામ જ્યા ત્યા કચરો ફેકતાં જોવા મળે છે અને આવો કચરો ગંદકી નું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે કમ સે કમ પાલીકા પોતાનુ આગણું સ્વચ્છ રાખે તો જ બાકી નગર મા સ્વચ્છતા જાળવવવાની પ્રેરણા મળે તેમ છે.

Most Popular

To Top